અમદાવાદ-

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2020ની પર અનેક પાર્ટીઓ મીટ માંડીને બેસી છે, ત્યારે આજે બુધવારે મુખ્યપ્રધાન મમતા બેનર્જીના અધ્યક્ષ સ્થાને TMC દ્વારા એક વર્ચ્યુઅલ મિટિંગ યોજવામાં આવી હતી. જેમાં અમદાવાદાના કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, આ મિટિંગમાં બંગાળમાં શહીદ થયેલા કાર્યકરો માટે શહીદ દિન મનાવવામાં આવ્યો હતો. મુખ્યપ્રધાન મમતા બેનર્જી બંગાળ બાદ હવે ગુજરાતમાં પણ ખેલા કરવાના મૂડમાં જોવા મળી રહ્યા છે અને તેની તૈયારીઓ તેમણે શરૂ કરી જોય તેવું લાગી રહ્યું છે. મમતા બેનર્જીએ આજે બુધવારના રોજ શહીદ દિવસના રૂપમાં મનાવ્યો હતો. આ દિવસને માનાવવા માટે મુખ્યપ્રધાન બેનર્જીએ દેશભરમાં વર્ચ્યુઅલ મિટિંગ યોજી હતી. જેમાં અમદાવાદના અનેક લોકો આ મિટિંગમાં જોડાયા હતા. આ અગાઉ, મમતા બેનર્જીના અમદાવાદના અનેક વિસ્તારોમાં વર્ચ્યુઅલ મિટિંગ માટેના બેનરો પણ લગાવવામાં આવ્યા હતા. બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી દ્વારા આજે વર્ચ્યુઅલ મિટિંગ યોજવામાં આવી હતી, જેમાં અનેક રાજ્યોના TMC કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન અમદાવાદમાં પણ TMCના કાર્યકર્તાઓએ આ મિટિંગમાં પોતાની સહભાગીતા દર્શાવી હતી.