આ કેસમાં દિવસે દિવસે નવા નવા ફણગા ફૂટતા હતા. કંગના રનૌત જેવી મોખરાની અભિનેત્રીએ ખુલ્લંખુલ્લા નામ પાડીને આદિત્ય ચોપરા, સંજય લીલા ભણસાલી, મહેશ ભટ્ટ વગેરેનાં નામ લીધાં હતાં અને મુંબઇ પોલીસે દેખાડા ખાતર આ લોકોની પૂછપરછ કરી હતી. દરમિયાન, એવી વાત વહેતી થઇ હતી કે સૂરજ પંચોલીને ત્યાં યોજાએલી પાર્ટીમાં સુશાંતની ભૂતપૂર્વ સેક્રેટરી દિશા પર બળાત્કાર કરીને એને ટાવરના 14મા માળેથી ફેંકી દેવા્માં આવી હતી. અભિનેતા સુશાંત સિંઘ રાજપૂતની કહેવાતી આત્મહત્યાનો કેસ સીબીઆઇને સોંપવાની વિનંતી બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમારે કેન્દ્ર સરકારને કરી હતી. આજે સવારે સુશાંતના પિતા કે કે સિંઘે મુખ્ય પ્રધાન નીતિશ કુમારને રૂબરૂ મળીને પોતાના પુત્રના રહસ્યમય મૃત્યુની તપાસ સીબીઆઇ દ્વારા કરાવવાની વિનંતી કરી હતી. 

પરંતુ એ પહેલાં દિશાએ સુશાંતને પોતાની દુર્દશાની વાત કરી દીધી હતી એટલે દિશા પર રેપ કરીને એની હત્યા કરનારાઓએ સુશાંતની હત્યા કરી હતી. સૂરજની પાર્ટીમાં શિવસેનાના આદિત્ય ઠાકરે પણ હાજર હતા. એને લઇને મુંબઇ પોલીસ પર દબાણ હતું કે આ કેસને રફેદફે કરી નાખવો. આ બાજુ બસપાના પ્રમુખ માયાવતી અને ભાજપના સાંસદ ડૉક્ટર સુબ્રહ્મણ્યમ સ્વામીએ કેટલાક સાંયોગિક પુરાવા રજૂ કરીને સુશાંતની હત્યા થઇ હોવાની શંકા વ્યક્ત કરી હતી.

માયાવતી અને સ્વામી બંનેએ એવો ઇશારો કર્યો હતો કે મુંબઇ પોલીસ ઇરાદાપૂર્વક કંઇક છૂપાવી રહી હતી. આ કેસની તપાસમાં બિહાર પોલીસે ઝુકાવતાં સુશાંતની કહેવાતી ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી ભૂગર્ભમાં ઊતરી ગઇ હતી. દરમિયાન, રિયા અને આદિત્ય ઠાકરે એક કારમાં સાથે ફરી રહ્યાં હોય એવો ફોટોગ્રાફ સોશ્યલ મિડિયા પર ફરતો થયો હતો. આ બધી બાબતોની વચ્ચે એવી પણ વાત આવી કે સુશાંતના બેંક એકાઉન્ટમાંથી છેલ્લાં ચાર વર્ષમાં પચાસ કરોડ રૂપિયા કોઇએ ઉપાડ્યા હતા. આવી રહસ્યમય ઘટનાની તપાસ હવે સીબીઆઇ કરે એવી વિનંતી નીતિશ કુમારે કેન્દ્ર સરકારને કરી હતી.