મુંબઇ

બોલિવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ કોરોના નેગેટીવ આવી છે. બુધવારે પોતાના રીપોર્ટ વિશે સોશિયલ મીડિયા પર જાણકારી આપી હતી. આ ખબરને શેર કરતા અભિનેત્રીએ ઇન્સટાગ્રામ પર લખ્યુ હતું કે, આ જ સમય છે જ્યા નેગેટીવ થવુ સારી બાબત છે.આલિયા ગંગુ કાઠિયાવાડીમાં વ્યસ્ત2 એપ્રિલે આલિયા ભટ્ટ કોરોના સંક્રમિત થઈ હતી. આલિયા ભટ્ટ જ્યારે બિમાર પડી ત્યારે તે સંજયલીલા ભણસાલીની ગંગુબાઈ કાઠીયાવાડિ કરવામાં વ્યસ્ત હતી. આકસ્મિક રીતે આલિયાનો ચર્ચતિ બોયફેન્ડ રનબિર કપૂર પણ કોરોના પોઝિટિવ આવ્યો હતો અને તેણે પોતાને હોમ આઇસોલેટ કર્યો હતો. આલિયા અને રનબિર અયાન મુખર્જીના ડ્રિમ પ્રોજેક્ટ બ્રમ્હાસ્ત્રમાં સાથે કામ કરી રહ્યા છે, જેમાં અમિતાભ બચ્ચન, નાગાર્જુન અને મોની રોય છે.