મુબંઇ,

અદાણી ટ્રાન્સમિશનએ સોમવારે કલ્પતરૂ પાવર પાસેથી તેની ટ્રાન્સમિશન પેટાકંપની રૂ. 1,286 કરોડમાં ખરીદવાની જાહેરાત કરી છે.

અદાણી સમૂહની કંપનીએ નિવેદનમાં જણાવ્યું છે કે, અદાણી ટ્રાન્સમિશન દ્વારા ટ્રાન્સમિશન સેવા કરાર અને લાગુ સંમતિઓ સાથે અલીપુરદુઆર ટ્રાન્સમિશન ખરીદવા માટે કલ્પતરૂ પાવર ટ્રાન્સમિશન સાથે કરાર કર્યા છે.

અદાણી ગૃપ અપેક્ષા રાખે છે કે આગામી કેટલાક મહિનામાં આ સોદો પૂર્ણ થશે,જેમાં તમામ નિયમનકારી મંજૂરી પણ જરૂરી રહેશે.

કતાર ઈન્વેસ્ટમેન્ટ ઓથોરિટીએ ફેબ્રુઆરીમાં એટીએલ પાસેથી અદાણી ઇલેક્ટ્રિસિટી મુંબઇમાં 25.10 ટકા હિસ્સો હસ્તગત કર્યો હતો. એઇએમએલમાં કતાર ઈન્વેસ્ટમેન્ટે અંદાજિત 3,220કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે.

અલીપુરદુઆર ટ્રાન્સમિશન હસ્તગત કરવાથી અદાણી ટ્રાન્સમિશનના કારોબારને વધુ એક બૂસ્ટર ડોઝ મળશે અને ભારતની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની ટ્રાન્સમિશન કંપનીનો પોર્ટૅફોલિયો વધશે. આ સોદો કંપનીને 2022 સુધીમાં 20,000 સીકેટી કિલોમીટર ટ્રાન્સમિશન લાઇન સ્થાપવાના લક્ષ્યાંકની નજીક લઈ જશે, તેમ અદાણી સમૂહની કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર અને સીઇઓ અનિલ સરદનાએ જણાવ્યું હતું.