રાજકોટ-

મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળના સંકલિત બાળ વિકાસ યોજના હેઠળની વિવિધ પ્રવૃત્તિઓ અને કાર્યક્રમો વધુમાં વધુ લોકો સુધી પહોંચે તેવા હેતુથી ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા તા. ૨૨/૦૯/૨૦૨૦ મંગળવારના રોજ બપોરે ૨.૦૦ થી ૩.૦૦ કલાક દરમ્યાન સેટકોમ કાર્યક્રમના માધ્યમથી આઈ. સી. ડી. એસ. ની વિવિધ યોજનાઓ અને કાર્યક્રમો વિષે માર્ગદર્શન આપી "માસિક સ્ત્રાવ અને તે દરમ્યાનની વ્યક્તિગત સ્વચ્છતા"વિષય પર ૧૧ થી ૧૮ વર્ષની કિશોરીઓને માર્ગદર્શન આપવામાં આવશે.

આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ વિવિધ ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી ટેલિવિઝનમાં 'વંદે ગુજરાત ચેનલ-૧' પર, મોબાઇલમાં જિઓ એપ્લિકેશન મારફતે 'વંદે ગુજરાત ચેનલ-૧' પર તથા WCD GUJARAT ફેસબુક પેજ પર નિહાળી શકાશે. આ કાર્યક્રમ અમરેલી જિલ્લાની ૧૧ થી ૧૮ વર્ષની તમામ કિશોરીઓ નિહાળે તેમજ પોષણ અંગેનું સાચું માર્ગદર્શન મેળવે તેવું જિલ્લા પ્રોગ્રામ ઑફિસર આઈ. સી. ડી. એસ. શાખા અમરેલી દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે.