બજારક-

તાલિબાન વિરુદ્ધ જંગનું નેતૃત્વ ૩૨ વર્ષીય અહમદ મસૂદને સોંપાયું છે. અહમદ અફઘાનિસ્તાનના ભૂતપૂર્વ સંરક્ષણમંત્રી અહમદ શાહ મસૂદનો પુત્ર છે. તે તાલિબાનને રોકવા બનેલા નોર્ધર્ન અલાયન્સના વડા રહી ચૂક્યા છે. પંજશીર એ જ ખીણ છે, જ્યાં તાલિબાન પહેલાં પણ ક્યારેય જીતી શક્યા નથી. આજે પણ પંજશીર અફઘાનિસ્તાનના ૩૪ પ્રાંતમાંથી એકમાત્ર પ્રાંત છે, જ્યાં તાલિબાનો ઘૂસવાની હિંમત કરતા નથી. તેનું કારણ અહમદ મસૂદના ટેકેદારોનું જૂથ પોતાની સશસ્ત્ર ટુકડી સાથે પંજશીર પ્રાંતની સરહદે મોરચો સંભાળી રહ્યા છે.અહમદ મસૂદના પિતા અહમદ શાહ મસૂદ નોર્ધર્ન અલાયન્સના નેતા રહ્યા છે, આથી ઉપ-રાષ્ટ્રપતિ સાલેહ અને સંરક્ષણમંત્રી મોહમ્મદીએ જુનિયર મસૂદને નવી લડાઈના નેતા જાહેર કર્યા છે. મુખ્ય બજારમાં પણ પૂછપરછ કરવામાં આવે છે, આથી તાલિબાનો આ તરફ આગળ વધવાનો પ્રયત્ન કરતા નથી, પરંતુ સંરક્ષણ નિષ્ણાતોનું માનવું છે કે હવે સ્થિતિ એવી છે કે ગમે ત્યારે સંઘર્ષ શરૂ થઈ શકે છે. શું અહમદ આગળ વધશે? એ અંગે અહમદે કાબુલ ટાઈમ્સને કહ્યું હતું કે થોડી રાહ જુઓ. અત્યારે અમે કશું કહેવા માંગતા નથી. અમે કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર છીએ. અફઘાનિસ્તાન પર તાલિબાની કબજાને એક સપ્તાહ પણ થયું નથી અને તેની વિરુદ્ધ રાજધાની કાબુલથી માત્ર ૧૦૦ કિમી દૂર પંજશીર ખીણમાં લોકો ભેગા થઈ રહ્યા છે. છેલ્લા ૪ દિવસમાં ૩૦ હજારથી વધુ અફઘાની યુવાનો આવી ચૂક્યા છે. તેમાં અફઘાન સૈનિકો પણ છે, સાથે જ પંજશીર ખીણના ૧૦૦થી વધુ કબીલાના યોદ્ધાઓ પણ છે. તેમને એક કરવાની શરૂઆત ઉપ-રાષ્ટ્રપતિ અમરુલ્લા સાલેહ અને સંરક્ષણમંત્રી બિસ્મિલ્લાહ ખાન મોહમ્મદીએ ૧૬ ઓગસ્ટે જ કરી દીધી હતી.