શિનોર : શિનોર તાલુકાના સાધલી ગામ ના બસ સ્ટેન્ડ પાસે મેન બજાર માં એક ટેમ્પાની બ્રેક ફેઇલ થતા બે મોટરસાયકલ જાેડે એકસીડન્ટ થતા ટેમ્પો અટકી ગયો હતો પાસે ઉભેલા ૪ વેપારી અને આગળનો ઇલેક્ટ્રીક પોલ બચી ગયો હતો સાધલી બસ સ્ટેન્ડ ની આજુબાજુ તથા ગામના બજારમાં જવાના મેન રોડ પર વાહનો મોટરસાયકલ તથા દુકાન ના લટકણીયા થી રસ્તો સાંકડો બની ગયો છે તેના કારણે વારંવાર નાના-મોટા અકસ્માતના બનાવ બને છે તારીખ ૩ ૦૨૨૦૨૧ ના રોજ સવારના દસ વાગ્યાના સુમારે ટાઈમ ડીજે નો ટેમ્પો બસ સ્ટેન્ડ થી ગામનો જવાના મેઇન રોડ પર જ્યાં દુકાનો અને કેબિનો આવેલી છે અને રોડ પર મોટરસાયકલ ઓપન પડી હતી ત્યારે ટેમ્પામાં ગમે તે ક્ષતિના કારણે બ્રેક ન લાગતા ટેમ્પો મોટરસાયકલ જાેડે અથડાઇને ઈલેક્ટ્રીક થી થોડો દુર ઉભો રહી ગયો હતો મોટરસાયકલ ની લીધે ઇલેક્ટ્રીક પોલ બચી ગયો હતો અને ૪ વેપારી દોડી જતા તેમનો પણ બચાવ થયો હતો શિનોર પોલીસ જાહેર માર્ગ પરનું રસ્તા નું પાર્કિંગ બંધ કરાવે એવી માંગ ઉઠી છે