સુરત-

રાજ્યભરમાં કોરોનાએ હવે માથું ઉંચક્યું છે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીસભાઓ તેમજ અમદાવાદમાં યોજાયેલી મેચોને પગલે કોરોના વકર્યો છે. આ હાલતને જોતાં હવે રાજ્ય સરકાર દ્વારા અનેક પ્રકારના પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યા છે. રાત્રી કરફ્યુને લંબાવી દેવાયો છે અને તમામ જાહેર ઉદ્યાનો કે મોલ, બગીચા, પરીવહન સેવાઓ વગેરે બંધ કરી દેવાઈ છે.

જો કે, આ તમામની વચ્ચે સુરતથી ચિંતાજનક સમાચાર મળી રહ્યા છે. સુરતમાં આફ્રિકન કોરોના સ્ટ્રેન જોવા મળ્યો છે અને આ સ્ટ્રેન કોઈપણ રીતે પકડમાં આવે એમ જ નથી. તેના ટેસ્ટ કરવામાં આવે તો જ ખબર પડે છે, એ સિવાય જો વ્યક્તિને તે લાગુ થયો હોય તો નથી માથું દુખતું, શરદી નથી થતી કે અન્ય કોઈપણ પ્રકારના ચિહ્નો જણાતા નથી. વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે જ ખબર પડે છે કે, તેને કોરોના સંક્રમણ હતું. હવે સુરતથી સૌરાષ્ટ્ર પાછા ફરેલા લોકોમાં સુરતનો સ્ટ્રેન એટલે કે આફ્રિકન સ્ટ્રેન ચિંતા ઊભી કરી રહ્યો છે.