અમદાવાદ-

અમદાવાદની જમાલપુર એપીએમસી ફરીવાર શરૂ થશે. શહેરની મધ્યમાં આવેલી જમાલપુર APMC શાક માર્કેટ શરતોને આધિન શરૂ કરવા માટે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન (AMC)એ મંજુરી આપી દીધી છે. એપીએમસી માર્કેટનાં 157 વેપારીઓ અલગ-અલગ દિવસે વેપાર કરશે.

આ એપીએમસીમાં એપ્રિલમાં કોરોનાનું સંક્રમણ વધી જવાના કારણે તેને બંધ કરવાની જરૂર પડી હતી. ત્યારે ખાસ તાજેતરની પરિસ્થિતિને ધ્યાનમાં લઇને અને તેમા પણ એપીએમસીની રજૂઆતને જોતા કોર્પોરેશને શરતોનું પાલન કરવાની શરતોએ મંજૂરી આપી છે.

હવે જમાલપુર APMC ફરીવાર શરૂ થવાની છે. તેમા કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે વેપારીઓને દુકાન ખુલી રાખવાની છૂટ આપવામાં આવશે. APMC માર્કેટના 157 વેપારીઓ અલગ-અલગ દિવસે વેપાર કરશે. પ્રથમ દિવસે 53 અને બીજા દિવસે બીજા 53 વેપારીઓ દુકાન ખોલશે અને ત્રીજા દિવસે 51 વેપારી વેપાર કરી શકશે. બપોરના 1થી 5 અને રાત્રીના 8થી સવારના 8 સુધી ખરીદ-વેચાણ કરી શકાશે પરંતુ APMCમાં તમામ લોકોએ સોશિયલ ડિસ્ટન્સ સહિત માસ્ક પહેરવો ફરજીયાત રહેશે. એપીએમસીની લેખિત રજૂઆતને ધ્યાનમાં લઇને કોર્પોરેશને શરતોનું સખ્તપણે પાલન કરવાની આધિનતાએ મંજૂરી આપી છે.