અમદાવાદ -

કોરોના કાળ વચ્ચે છ મહિના બાદ ૨૫ સપ્ટેમ્બરે અમદાવાદ મહાપાલિકાની ફિઝિકલ સામાન્ય સભા મળવાની છે. ત્યારે આ સામાન્ય સભામાં સામેલ થતા પહેલા કાઉન્સિલરોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. શાસકપક્ષના નેતા-વિપક્ષના નેતા સહિતના કોર્પોરેટરોએ ટેસ્ટ કરાવ્યા હતા. જે કોર્પોરેટરનો રીપોર્ટ પોઝીટીવ આવશે તે સામાન્ય સભામાં ઓનલાઈન પણ જાેડાઈ શકશે. સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન સાથે આયોજિત થનારી સામાન્ય સભા કોર્પોરેશનની ઓફિસ નહીં પરંતુ ટાગોર હોલ ખાતે યોજાવવાની છે.

ખાડિયાના કોર્પોરેટર મયુર દવે, હોસ્પિટલ કમીટી ચેરમેન દેવાંગ દાણી, ખાડિયાના કોર્પોરેટર કૃષ્ણવદન બ્રહમભટ્ટ, વિપક્ષ નેતા દીનેશ શર્મા-સુરેન્દ્ર બક્ષી વગેરે કોર્પોરેટરોએ કોરોના ટેસ્ટ કરાવ્યા હતા. વિપક્ષના નેતા દિનેશ શર્માએ સામાન્ય સભામાં રોડ રસ્તાની સમસ્યા તેમજ કોરોનાના કારણે સામાન્ય લોકોને પડતી સમસ્યાના પ્રશ્નો ઉઠાવવામાં આવશે તેમ કહ્ય્š હતુ.

સામાન્ય સભામાં ભાગ લેતા પહેલા તમામે ૨૩ અને ૨૪ સપ્ટેમ્બરે ટાગોર હોલ ખાતે કોરોના ટેસ્ટ ફરજિયાત કરાવવાનો રહેશે. જે કાઉન્સિલર મિટિંગમાં ઓનલાઇન હાજર રહેવા માંગતા હોય તેઓએ ૨૪ સપ્ટેમ્બરે સાંજે પાંચ વાગ્યા પહેલા મેયર ઓફિસમાં પોતાનો નંબર લખાવી જાણ કરવાની રહેશે.