દિલ્હી-

ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ મહિનાઓ બાદ ગુરુવારે ડીઝલના ભાવમાં ઘટાડો કર્યો છે. ઓઇલ કંપનીઓએ ડીઝલના ભાવમાં 16 પૈસા સુધીનો ઘટાડો કર્યો છે. જોકે, પેટ્રોલની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

ઇન્ડિયન ઓનની વેબસાઇટ અનુસાર, ઈન્ડિયન ઓઇલ વેબસાઇટની ચાર મહાનગરો દિલ્હી, મુંબઇ, ચેન્નઈ અને કોલકાતામાં ડીઝલની કિંમત ક્રમશ રુ 73.40, રૂ 79.94, રુ 78.71 અને રૂ. 76.90 પ્રતિ લિટર થઈ ગઈ છે. પાટનગર દિલ્હી, મુંબઇ, ચેન્નઈ અને કોલકાતામાં પેટ્રોલના ભાવ અનુક્રમે રૂ. 82.08, રૂ. 88.73, 85.04 અને લીટર દીઠ 83.57 છે.