વડોદરા.તા.૫ 

વડોદરા શહેર-જીલ્લામાં દસ દિવસના વિરામ બાદ મઘરાત્રે અને આજે બપોરથી દિવસ દરમ્યાન ગાજવીજ સાથે વરસાદ થતાં શહેરજનોએ ઉકળાટમાં રાહત અનુભવી હતી. શહેર સાથે જિલ્લામાં પણ વરસાદ થતાં ખેડૂતોના ઉભા પાકને જીવનદાન મળ્યું હતું. વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ચોમસાની ઋતુમાં અત્યાર સુધી મેઘરાજાએ મધ્યગુજરાતમાં જમાવટ કરી હતી. વરસાદ નહીં વરસતા શહેરીજનો ઉકળાટથી ત્રાહિમામ પોકારી ગયા હતા.જ્યારે વરસાદ નહીં વરસતા ધરતીપૂત્રો ચિંતાતુર બન્યા હતા. જાેકે મધરાત્રે વિજળીના કડાકા સાથે વરસાદ શરૂ થતાં લોકોએ રાહત અનુભવી હતી. ગત રાત્રે વરસાદ બાદ આજે બપોરે ૧૨ વાગ્યાથી ફરી ધોધમાર વરસાદ શરૂ થયો હતો જાેકે ગણતરીનાં જ સમય વરસ્યા બાદ રોકાઈ ગયો હતો.  

શહેર સાથે સમગ્ર જિલ્લામાં વરસાધ થતાં ધરતીપૂત્રો ખુશખૂશાલ થયાં હતા. લાંબા વિરામ બાદ વરસાદ વરસતા ડાંગર સહિતાના પાકને જીવનદાન મળ્યું હતું. હવામાન વિભાગે આગામી સપ્તાહમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ત્યારે તંત્રને એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે. જિલ્લા પૂર નિયંત્રણ કક્ષના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગત રાત્રિ દરમિયાન ડભોઈમાં ૨૬ મી.મી, કરજણમાં ૨૧ મી.મી. વડોદરામાં૧૨ મી.મી તેમજ અન્ય તાલુકાઓમાં હળવો વરસાદ થયો હતો. જ્યારે આજે સવારે ૬ થી સાંજે ૬ દરમિયાન વડોદરા અને પાદરામાં ૧૨મી.મી જ્યારે અન્ય તાલુકાઓમાં હળવો વરસાદ થયો હતો.