મુંબઈ-

મહારાષ્ટ્રમાં મ્યુકરમાઈકોસીસ રોગનો ફેલાવો વધ્યો છે અને અત્યાર સુધીમાં આ રોગથી પર લોકોનાં મૃત્યુ નીપજયા છે. જયારે 8 દર્દીઓની એક આંખની દ્રષ્ટિ ગાયબ થઈ ગઈ છે.જીલ્લામાં ઝડપથી ફેલાતા આ રોગથી સ્વાસ્થ્ય વિભાગની મુશ્કેલીઓ વધી ગઈ છે. રાજયના સ્વાસ્થ્ય વિભાગનાં એક અધિકારીએ જણાવ્યું હતું કે બધા પર દર્દીઓનાં મોત દેશમા કોરોના વાયરસ સંક્રમણ ફેલાયા બાદ થયા હતા.મહારાષ્ટ્રમાં ગત વર્ષે 2020 માં બ્લેક ફંગસથી ખુબ જ ઓછા લોકોના મૃત્યુ થયા હતા. પરંતુ આ વર્ષે વધારે મોત થયા છે.મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ જણાવ્યું હતું કે રાજયમાં બ્લેક ફંગસનાં લગભગ 2000 કેસો છે તેમણે જણાવ્યું હતુ કે રાજય બ્લેક ફંગસના દર્દીઓની સારવાર માટે એક લાખ એમ્ફોટરીસીન બી ફંગસ વિરોધી ઈન્જેકશન ખરીદવા ટેન્ડર બહાર પાડશે સાથે સાથે મહાત્મા ફુલે જન આરોગ્ય અંતર્ગત બ્લેક ફંગસ દર્દીઓને મફત સારવાર આપવામાં આવશે.