વાંસદા : વાંસદા તાલુકામાં રસ્તાઓ પર પડેલા ખાડો અને બિસ્માર બનેલા રસ્તોઓનું વરસાદે વિરામ લેતા તંત્ર દ્વારા પેચવર્કની કામગીરી શરૂ કરવામાં આવી હતી.ચોમાસા દરમિયાન ઠેરઠેર રસ્તાઓ બિસમાર બન્યા હતા તથા અનેક રસ્તો પર ખડાઓ પડ્યા હોય ચોમાસામાં પાણીના કારણે રસ્તાઓની પેચવર્કની કામગીરી કરી શકાય તેમ ન હોવાના કારણે વરસાદે વિરામ લેતા તંત્ર દ્વારા પડેલા ખાડાઓ તથા બિસ્માર રસ્તાઓનું પેચવર્કનું કામ પુરજોશ માં શરૂ કરવામાં આવ્યું હતું.

 આ વર્ષે વરસાદ સારો થયો હોય જેમાં તંત્રની રસ્તાઓ બાબતે પ્રિમોન્સૂન કામગીરીનો અભાવ દેખાયો હતો ઘણા માર્ગો આ વર્ષે ચોમાસા દરમિયાન બિસ્માર બન્યા હતા જ્યારે વાપી-શામળાજી જેવા ચોવીસ કલાક વ્યસ્ત હાઈવે પર પણ મસમોટા ખડાઓ પડી ગયા હતા જેના કારણે અનેક વાહન ચાલકોને ચોમાસા દરમિયાન ખુબજ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો રસ્તાઓ પર પડેલા ખાડાને કારણે દ્વિચક્રી વાહન ચાલકો પટકાયા હોવનું પણ જાણવા મળેલ ત્યાર બાદ વાંસદા- ચીખલીના ધારાસભ્ય અનંત પટેલે ખડા મહોત્સવ કરી તંત્ર સામે અનોખો વિરોધ પણ નોંધાવ્યો હતો આથી વરસાદે વિરામ લેતા તંત્ર સફાળું જાગ્યું હતું અને રસ્તાઓનું હાલ પુરત પેચવર્કની કામગીરી કરી સંતોષ માની રહ્યું છે જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને મહદઅંશે રાહત થવા પામી રહી છે.