ગાંધીનગર-

આજે ફરી એક વખત જિલ્લા લેવલે મોટા પાયે GAS કેડરના કુલ 79 ક્લાસ 1 અધિકારીઓની બદલી ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને અમદાવાદ, વડોદરા અને ગાંધીનગરના જ ડઝનથી વધુ રેસિડેન્ટ એડિશનલ કલેક્ટરની બદલી કરવામાં આવી છે. આ સાથે મોટા પાયે બદલી કરાતા રાજ્યમાં ચર્ચાનો માહોલ વધી ગયો છે.

છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં બદલીનો દોર ચાલી રહ્યો છે. થોડા સમય પહેલા જ ગુજરાતમાં સચિવાલયમાં એકસાથે 77 IAS ઓફિસરોની બદલી કરવામાં આવી હતી, ત્યારે હવે ગુજરાત કેડરના 79 ક્લાસ 1 અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આ બદલીમાં રાજકોટના અધિક નિવાસી ક્લેક્ટર પરિમલ પંડ્યાની અમદાવાદ અધિક નિવાસી ક્લેક્ટર બનાવવામાં આવ્યા છે. તો અમદાવાદ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશન કેતન ઠક્કરની રાજકોટના અધિક નિવાસી ક્લેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે. તો અમદાવાદના અધિક નિવાસી ક્લેક્ટર હર્ષદ વોરાની ગાંધીનગર ખાતે ટ્રાન્સપોર્ટ વિભાગમાં ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી તરીકે બદલી કરવામાં આવી છે.