મુંબઇ,તા.૧૭ 

મહારાષ્ટÙની રાજધાની મુંબઈમાં ભૂકંપના ઝટકા અનુભવાયા છે. બુધવારે દિવસમાં ૧૧ વાગીને ૫૧ મિનિટે ભૂકંપના ઝટકા આવ્યા. નેશનલ સેન્ટર ફાર સીસ્મોલાજી તરફથી જણાવવામાં આવ્યુ છે કે ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૨.૫ માપવામાં આવી છે. ભૂકંપનુ કેન્દ્ર મુંબઈથી ૧૦૩ કિમી ઉત્તરમાં હતુ. ભૂકંપના કારણે જાનમાલનુ કોઈ નુકશાન થયુ નથી. ઘણા વિસ્તારોમાં ભૂકંપના ઝટકા બાદ લોકોમાં ભયનો માહોલ જરૂર જાવા મળ્યો અને લોકો ઘરોની બહાર આવી ગયા.

તાજેતરમાં દિલ્લી-એનસીઆર અને ગુજરાતમાં સતત ભૂકંપના ઝટકા અનુભવાઈ રહ્યા છે. ગુજરાતના કચ્છમાં મંગળવારે સતત ત્રીજા દિવસે ભૂકંપ આવ્યો. કચ્છના ભૂજમાં મંગળવારે સવારે ૧૦.૪૯ મિનિટે ૩.૫ની તીવ્રતાના ભૂકંપા ઝટકા અનુભવાયા. ભૂકંપનુ એપીસેન્ટર ભચાઉથી ૧૧ કિલોમીટર દૂર હતુ. સોમવાર અને રવિવારે પણ અહીં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. સોમવારે બપોરે રાજકોટથી ૮૩ કિલોમીટર દૂર ૪.૪ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ત્યારબાદ રાતે ગુજરાતના અલગ અલગ ભાગોમાં ઝટકા અનુભવાયા હતા. કચ્છમાં રવિવારે રાતે ૫.૩ની તીવ્રતાના ઝટકા અનુભવાયા હતા.