ગાંધીનગર 

કોરોના કાળમાં વિદ્યાર્થીઓ માટે એક મહત્વનાં સમાચાર કહી શકાય...ગઇ કાલે વડાપ્રધાને CBSC પરીક્ષા રદ્દ કરવાના લીધેલા નિર્ણય બાદ આજે ગુજરાત ગુજરાતનો શિક્ષણ વિભાગ અને શિક્ષણ બોર્ડ કામે લાગી ગયું છે. કેમ કે ગુજરાત બોર્ડે પરીક્ષાની તારીખો અને કાર્યક્રમ જાહેર કરી લીધા બાદ પીએમએ લીધેલા નિર્ણયથી ગુજરાત સરકાર કફોડી સ્થિતિમાં મુકાઈ ગઈ હતી.જેથી આજે કેબિનેટની બેઠકમાં લેવાયો ધોરણ 12ની પરીક્ષા રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગઈકાલે(મંગળવાર) 5 વાગ્યે ગુજરાત બોર્ડે ઉતાવળમાં CBSEની પરીક્ષાના નિર્ણયની રાહ જોયા વિના જ ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર કરી દીધું હતું. આ ટાઈમ ટેબલ જાહેર થયાના બે કલાક બાદ કેન્દ્ર સરકારે CBSEની પરીક્ષા રદ કરતા સૌ કોઈના મનમાં એક જ સવાલ છે કે હવે ગુજરાત બોર્ડની પરીક્ષાનું શું થશે? ત્યારબાદ આજે અઢી કલાકની કેબિનેટની બેઠક બાદ અંગે પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવાયો છે.ઉલ્લેખનીય છે કે શિક્ષણમંત્રીએ કહ્યુ હતુ કે રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા અંગેનો નિર્ણય લેવાનો બાકી છે.