ગાંધીનગર

ગુજરાતની એક માત્ર તમિલ માધ્યમની સ્કૂલ બંધ થઈ એ મુદ્દે મોદી સરકાર મૂંઝવણમાં છે. અમદાવાદની આ ખાનગી સ્કૂલ પૂરતા વિદ્યાર્થીઓ નહીં હોવાના કારણસર બંધ કરી દેવાઈ છે. ડીએમકેએ મોદીને પત્ર લખીને આ સ્કૂલ ચાલુ રહે એ જાેવા વિનંતી કરી છે. એ. રાજાએ મોદીને લખ્યું છે કે,

મોદી પોતાના પ્રવચનોમાં તમિલ કવિઓને વારંવાર ટાંકે છે ત્યારે તેમના વતનમાં તમિલ માધ્યમની સ્કૂલ બંધ થાય એ શરમજનક કહેવાય. મોદીએ પોતાની વગ વાપરીને એવું ના થવા દેવું જાેઈએ. બીજી તરફ તમિલનાડુના મુખ્યમંત્રી પલાનીસ્વામીએ પણ મોદીને પત્ર લખીને આ સ્કૂલનો ખર્ચ ઉઠાવવાની તૈયારી બતાવી છે.

રાજા અને પલાનીસ્વામી બંને એ ગુજરાત સરકારને પણ પત્ર લખ્યા છે. પલાનીસ્વામી ભાજપના સાથી છે તેથી તેમની સરકાર ખર્ચ ઉઠાવે તો ડીએમકે તમિલનાડુમાં આ મુદ્દાને ગજવીને મોદીને તમિલ વિરોધી ચિતરવામાં કોઈ કસર ના છોડે. મોદી ગુજરાત સરકારને આ સ્કૂલનો ખર્ચ ઉઠાવવા આદેશ આપે તો બીજી ભાષાની સ્કૂલો મદદ માટે લાઈન લગાવી દે તેથી મોદી સરકાર મૂંઝવણમાં છે