વાઘોડિયા

 જરોદની ધનરાજ હોસ્ટેલના બીજા માળની રુમમા ચાલતા જુગાર ઘામ પર પોલીસે રેઈડ કરી શકુનીઓને ઝડપ્યા બાદ રાજકારણીઓના દબાણો આવતા સારી સારવાર કરી મિડીયાથી દુર રાખવાના એડીચોટીનુ જાેર એ. એન.પ્રજાપતી ઈન્ચાર્જ પી. આઈ એ કર્યુ.અને સફળ પણ રહ્યા.પાંચ વાગ્યાની બનેલી ઘટના બાદ મિડીયા કર્મીઓને ગોળગોળ જવાબ આપી સાડા અગીયાર સુઘી બેસી રખાવ્યા હતા.અને આખરે મિડીયાકર્મીઓએ પોલીસની દાનત પારખતા મોડી રાત્રે પરત ફર્યા હતા.

જરોદની ગાયત્રી નગરના નાકે આવેલ ધનરાજ હોસ્ટેલ કોરોનાના કારણે બંઘ રહેતા હોસ્ટેલ સંચાલક હરેશ ધનુમલ સિદાની(૩૫) રહે. શાંન્તીપાર્ક સોસાયટી, જરોદ, તા. વાઘોડિયાનાએા( હાલ. રહે. એફ/૧૦૩ રાજેશ્વર ગોલ્ડ, હરણી વડોદરા) હોસ્ટેલના બીજા માડે આવેલ રુમ નંબર ૧૦૨મા જુગાર ચલવતો હોવાની બાતમી મડતા વાઘોડિયા પોલીસે દરોડા પાડ્યા હતા. દરોડા દરમ્યાન વાઘોડિયા તાલુકા પંચાયતનો સદસ્ય અને શાશક પક્ષ ભાજપનો હોદ્દો ધરાવતો વનરાજસિંહ કરણસિંહ ચૌહાણ(૩૬) રહે. નારાયણ ફળીયુ, જરોદ જેવો જરોદના માજી સરપંચ તથા વેપારીએશોસીએશનનો પ્રમુખ કૃણાલ પ્રદિપભાઈ શાહ (૩૨) રહે. શ્રીજી સોસાયટી, જરોદ પોતે જરોદ વેપારી મંડળના પ્રમુખ છે., વિજય રતીલાલ પંચાલ(૪૨) રહે. શાન્તીલાલ સોંપીંગ સેન્ટર જરોદ જેઓ ફેબ્રીકેશનનો વેપારી , નિરવ ઠાકોરભાઈ પટેલ(૩૭) રહે. ગાયત્રી નગર સોસાયટી જે બિલ્ડર અને ખેતી સાથે સંકડાએલ છે.તથા સલીમ ઈસ્માઈલભાઈ ધાંચી (૪૦) રહે. ઘાંચી વગો, જરોદનાઓ ઘનરાજ હોસ્ટેલના માલીક હરેશનો કર્મચારી સહિત છ નબીરાઓને જડપી પાડ્યા હતા.અને તમામને વાઘોડિયા પોલીસ મથકે લાવ્યા હતા.ઘનરાજ હોસ્ટેલના જુગારધામની ખબર વાયુવેગે મોટામાથાઓ જડપાતા આખા તાલુકામા પ્રસરી હતી.ત્યાર બાદ અનેક રાજકારણીઓએ વાઘોડિયા પોલીસમા આંટાફેરા કરી રાજકીય દબાવ લાવતા પોલીસની કામગીરી દબાણમા આવી હતી.મોડી રાત સુઘી આરોપીઓની ઓળખ બહાર આવે નહિ તે પ્રમાણે પોલીસે કામગીરી કરી મિડીયાના કેમેરાથી દુર કરી સારીએવી આગતા સ્વાગતા કરી હતી.

માહિતી છાવરવાનો પ્રયાસ કરતા તેવોની કામગીરી શંકાસ્પદ જણાઈ હતી. જાેકે ઘટનાના છ કલાક બાદ ઊચ્ચ પોલીસ અઘિકારીનો સંપર્ક કરાતા મોડી રાતે માહિતી આપી હતી.જુગારઘામ પરથી પોલીસને વર્ના ફોર વ્હિલર, મોપેડ, બાઈક, મોબાઈલ સાથે રોકડમડી કુલ૬, ૨૮,૭૧૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.