વડોદરા-

અમદાવાદમાં નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હૉસ્પિટલમાં બનેલી આગની ઘટનામાં 8 કોરોના દરદીઓનાં મૃત્યુ થયાં છે. જોકે આ ઘટના બાદ હાલ હૉસ્પિટલ બિલ્ડિંગને સીલ કરી દેવામાં આવી છે અને એફએસએસએલ તપાસ શરૂ કરવામાં આવી છે.

આ ઘટના બાદ રાજયના મહાનગોમાં પણ તંત્ર દ્વારા ફાયર સેફટીને લઈને તપાસના આદેશ આપવામાં આવ્યા છે. ત્યારે વડોદરાશહેરમાં પણ તંત્રની ઉંધ અમદાવાદની ઘટનાએ ઉડાડી છે. અને આ ઘટના બાદ તંત્ર દ્વારા ૬ જેટલી ટીમો બનાવી શેહરની વિવિધ હોસ્પીટલોમાં ફાયર સેફટીને લઈને સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. અમદાવાદની હોસ્પિટલમાં આગ દુર્ઘટનાની અરેરાટી સર્જાઈ છે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ગૃહમંત્રી અમીત શાહે પણ શોક દર્શાવતાં ટવીટ કરીને મૃતકોનાં પરિવારજનો માટે સહાય જાહેર કરી હતી.