અમદાવાદ, ૨૫ માર્ચ એટલે કે લોકડાઉન ને એક વર્ષ પુર્ણ થયું છે. કોરોના દસ્તક દીધી ત્યારબાદ ધીરે ધીરે કરીને સરકાર ઘ્વારા ૨૫ માર્ચના રોજ સંપૂર્ણ લોકડાઉન કરી દેવમાં આવ્યું હજી તો એ દિવસો માનસપટલ પર થી ખસ્યા નથી ત્યારે અચાનક જ પાછા ત્યાં જ આવી ગયા છે. કોરોના કેસ માં ઉછાળો જાેવા મળતા સરકાર ઘ્વારા મીની લોકડાઉન એટલે કે રાતે કરફ્યુ મર્યાદા વધારી દીધી છે  ત્યારે જે લોકો બીજા રાજ્યમાંથી મજૂરી અર્થે કે કામધંધા માટે લોકો પરત આવ્યા છે તેમને પાછા વતન જવા માટે દોડ મૂકી છે લોકોને લોકડાઉન નો ડર સતાવી રહ્યો છે.

વાત રેલ્વે સ્ટેશનની કરવામાં આવે તો રેલ્વે વિભાગ દ્વારા જાેકે હાલ માં સ્પેશ્યલ ટ્રેનો જે ઓછા જંકશન પર ઉભી રહે એ જ ચાલુ કરવા આવી છે ડેમુ ટ્રેન હજી પૂરતી શરૂ નથી થઈ ત્યારે કેસ વધાતા બહાર રાજ્યમાંથી આવતા મહારાષ્ટ્ર અને રાજસ્થાનથી અવાત પેસેનજરના ટેસ્ટ ફરજીયાત કરી દેવાયા છે. ત્યાં થર્મલ ઘન થી ટેમ્પરેચર માપી ને અને ખાસ ટ્રેન નું રિઝર્વેશન ફરજીયાત કરવામાં આવી રહ્યું છે. જાેકે એક તરફ ધીરે ધીરે કોરોના ના કારણે લોકડાઉન જેવો માહોલ ઉભો થઇ રહ્યો છે તો બીજી તરફ હોળી અને ધુળેટીના તહેવારો ઉજવા પાર સરકારે પ્રતિબંધ મુક્યા છે ત્યારે લોકો પોતાના વતન જાવા માટે ઉતાવળ કરી રહયા છે. ત્યારે રેલ્વે વિભાગના પીઆરઓ એ જણાવ્યું હતું કે હાલમા તહેવારને લઇ ને કોઈ ટ્રેન વધારવામાં આવી નથી. અને જે પણ ટ્રેનો ચાલુ છે એ એમના નિયત મુજબ ચાલે છે. ગુજરાત સરકાર અને કેન્દ્રની ગાઈડલાઈન મુજબ અમે કામ કરી રહયા છીએ હોળીનો તહેવાર છે.પરંતુ વેટિંગ નોર્મલ છે આવતા મુસાફરો માટે ટેસ્ટની વ્યવસ્થા કરવામાં આવી રહી છે એના માટે અલગથી ડોમ પણ ઉભા કરવામાં આવ્યા છે. સેનેટાઇઝ ની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ગીતા મંદિર એસ ટી મા પણ હજારો પેસેન્જર જે પોતાના વતન જાવા માટે નીકળી પડયા છે લોકો કહી રહયા છે કે આજ સમયે લોકડાઉન થયું હતું અને હવે પણ આજ થશે એટલે અમે ગામ તરફ જઈ રહયા છે અમારી ગાડી હજી તો પાટા પર ચડી નહોતી ત્યાં તો ફરીથી એજ સમય આવી ગયો છે. વેપારીઓ હોય કે નાનાં નાનાં મજૂરો હોય જે બીજા રાજ્યમાંથી ગુજરાતમાં પોતાનું પેટિયું રળવા આવ્યા હતા.

એમની હાલત કફોડી થઈ રહી છે અને વતન ની વાટ પકડી છે. ત્યારે એસ.ટી વિભાગના ઇન્ચાર્જ સચિવ કે.ડી દેસાઈ એ લોકસત્તા સાથે વાત કરતા જણાવ્યું હતું કે હોળીના તહેવાર મા એસ.ટી વિભાગ ઘ્વારા આગોતરું આયોજન કરવામા આવ્યું છે પાછળના ૧૦ દિવસથી જે લોકો પોતાના વતન હોળી ધુળેટીના તહેવારો ઉજવા જઇ રહયા છે એમાં અમે ૧૫ થી ૨૦ બસો વધારે દોડાવી છે. અને આજ થી હોળી સુધી ૧૦૦ બસો જેમાં ખાસ પંચમહાલ દોડવાના છીએ પંચમહાલના પેસનેજર વધારે આ સાથે સુરતના આજુબાજુના ગામડાના પણ પેસેન્જર વધારે છે. ખાસ કરીને રાજસ્થાન પરિવહનની બસોમાં ત્યાંનો બોર્ડર પાર આરોગ્ય ટિમનું ચેકીંગ હોય છે.પરંતુ ગીતા મંદિરથી જે પણ મહારાષ્ટ્ર બોર્ડર પર થી બસો આવે છે એમ પેસેન્જરનો કોરોના ટેસ્ટ ફરજીયાત છે. ગીતા મંદિરની બસો મહારાષ્ટ્રની ૩ બોર્ડર પરથી આવે છે જેમાં ઉચ્છલ, સોનગઢ અને ર્નિજલ એમ ૩ બોર્ડરથી આવતી બસોમાં આવતા પેસેન્જરના કોરોના ટેસ્ટ ફરજીયાત છે. હાલમા હોળીનો તહેવાર ચાલી રહ્યો છે અને હોળી મા લોકો પોતાના વતનમા સારી રીતે તહેવાર કરી શકે તે માટે એસ.ટી વિભાગ ઘ્વારા તૈયારી કરી છે સાથે સાથે કોરોના પણ ના ફેલાય તે માંટે ધ્યાન રાખવા આવી રહ્યું છે માસ્ક બસોમાં ફરજીયાત કરવામાં આવી રહ્યું છે.

શોેસ્યલ ડિસ્ટન્સના સરેઆમ ધજાગરા

શહેરમાં દિવસેને દિવસે કોરોના સંકર્મણ વધી રહ્યુ છે ત્યારે લોકોમાં ડર જાેવા મળી રહ્યો છે કે જાે આ સંક્રમણ ઘટશે નઈ તો સરકાર દ્વારા લોકડાઉન આપી દેવામાં આવશે બીજી બાજુ હોળીના પર્વને કારણે પણ લોકો પોતાના વતન જઈ રહ્યા છે અને અમદાવાદમાં કોરોના સંક્રમણ ઓછુ થયા પછી જ પરત આવવાની વાતો કરી રહ્યા છે.

કોરોના ટેસ્ટ ગામડે કરાવીશું

અલગ અલગ રાજ્યમાં સરકાર દ્વારા બીજા રાજ્યથી આવતા લોકોને કોરોના ટેસ્ટ ફરજીયાત કર્યો છે ત્યારે અમદાવાદથી વતન જઈ રહેલા લોકો અંહી ટેસ્ટ કરાવાની જગ્યાએ ગામડે કોરોનાનો ટેસ્ટ કરાવીશું તેમ કહીને અમદાવાદમાંથી પોતાના વતન જઈ રહ્યા છે. જાે કે કેટલાક પેસેન્જર સાથે વાત કરતા જાણવા મળ્યુ હતુ કે, હાલ અમદાવાદમાં કોરોનાનો કાળો કહેર ફરી વર્તાઈ રહ્યો અને આવુને આવુ ચાલતુ રહેશે તો ગામડેથી પરત આવીશુ જ નહીં.