ગાંધીનગર-

રાજ્યમાં કોવીડની મહામારી ને લઈને સરકારની મશીનરી નિષ્ફળ રહી હોવાના અહેવાલોની ગંભીર નોંધ લઇને ગુજરાત હાઇકોર્ટ દ્વારા આજે સુઓમોટો પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોવિડને નિયંત્રણ કરવાને બદલે અનિયંત્રિત ઉછાળો અને સંચાલનમાં ગંભીર મુદ્દાઓ શીર્ષક હેઠળ દાખલ કરવામાં આવેલી અરજી પર દરમિયાન ચીફ જસ્ટિસ દ્વારા ગુજરાત સરકારને આડેહાથ લીધી હતી. ગુજરાત સરકાર તરફથી હાઇકોર્ટ સમક્ષ એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ સરકારનો બચાવ કરવા રજૂઆતો કરી હતી પરંતુ તેની સામે ચીફ જસ્ટિસ દ્વારા સરકારની કામગીરી ખૂબ જ પૂરતી અને અત્યંત નબળી હોવાનું જણાવ્યું હતું. રાજ્યમાં પેરાસીટામોલ ની માફક જ રેમડિસીવર ઈન્જેકશન ઉપલબ્ધ હોવા જોઈએ તેમજ સરકાર કહે છે કે બેડ,. ઓક્સિજન, ઈન્જેકશન પૂરતા છે તો 40 એમ્બ્યુલન્સ કેમ લાઇનમાં છે? લોકો ઈન્જેકશન માટે કેમ લાઈનમાં ઉભુ રહેવું પડે છે. હાઈકોર્ટે ગુજરાત સરકારને ઠપકાનું ઈન્જેકશન આપીને એવો ટોણો પણ માર્યો હતો કે ફેબ્રુઆરીમાં કેસ ઘટી ગયા તેથી ગુજરાત સરકાર બેફિકર થઈ ગઈ હતી અને કોરોના ગયો તેમ માની લીધું હતું.

મોરબી અને મહેસાણા, આણંદ અને ભરૂચ જેવા જિલ્લાઓમા પણ ખરાબ સ્થિતિ છે, માત્ર પાંચ જ શહેરોમા છે એવુ નથી,રાજકીય પાર્ટીઓની એનિવર્સરી સહિત તમામ કાર્યક્રમો બંધ કરો- ચીફ જસ્ટિસ હમણા ભાજપે સ્થાપ્ના દિવસ ઉજવ્યો હતો હાઇકોર્ટ દ્વારા ગંભીર નોંધ લેવામાં આવી હતી.રાજ્યમાં કોરોનાનો વિસ્ફોટ સર્જાયો છે.રાજ્યમાં રોજના 5 હજાર પોઝિટિવ કેસ આવી રહ્યા છે.જો કે આ આંકડો સરકારની ગોઠવણ છે.સાચો આંકડો સરકાર છુપાવી રહી છે.અને મૃત્યુઆંક પણ બેકાબૂ બન્યો છે.ત્યારે હાઇકોર્ટે પણ દરમિયાનગીરી કરવાની ફરજ પડી છે.આજે હાઇકોર્ટે રાજ્ય સરકારને ફટકાર આપી છે.અને સરકારની કામગીરી સામે અનેક સવાલો કર્યા છે.જેના પરથી કહી શકાય કે ગુજરાતની સંવેદનશીલ કહેવાતી રૂપાણી સરકાર કોરોનાને નિયંત્રણમાં લેવામાં કેટલી નિષ્ફળ રહી છે.હાઇકોર્ટ સરકારી વકીલને પણ પ્રશ્નોના ઘેરામાં લીધા હતા.હાઇકોર્ટની ફટકારી પછી સરકાર પણ હવે વર્તમાન કોરોનાની સ્થિતિ પર વિચાર કરવા મજબૂર બની છે.અને આવતીકાલે આ બાબતે બેઠક બોલાવી છે.જેમાં કેટલાક કડક નિર્ણયો લેવામાં આવી શકે છે.પણ લોકડાઉનનો કોઈ જ નિર્ણય લેવામાં આવશે નહીં તેમ જણાય આવે છે.