વલસાડ,  વલસાડ જિલ્લાના માલવણ ગામે અગર ફળિયામાં રહેતા એક દંપતીએ આત્મહત્યા કરી લીધાનો ની ઘટના બનતા સમગ્ર પંથક માં ચકચાર મચ્યો હતો. માલવણના અગાર ફળિયામાં રહેતો ૩૦ વર્ષીય, પ્રફુલ રમેશભાઈ પટેલે વર્ષ ૨૦૧૬માં પ્રિયંકા સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ કેટલાક મહિનાઓ બાદ સાસુ વહુ વચ્ચે અવાર નવાર નાની નાની વાતો માં કજીયો થતો હતો જેને લઈ પ્રિયંકાએ પ્રફુલ ને અલગ રહેવા દબાણ આપતી હતી. પરંતુ, પ્રફુલ તેના માતા પિતા થી અલગ રહેવા ન માંગતો હતો જે બાબત ને લઈ ગત શનિવારે રાત્રે પતિ પત્ની વચ્ચે તૂતુમેમે થઈ હતી. રવિવારે પ્રફુલને રજા હોવાથી તે ઘરે હતો. પ્રફુલના માતા પિતા નજીકમાં સંબંધીની ખબર અંતર પૂછવા ગયા હતા. રવિવારે બપોરે ઘરના બેડરૂમમાં પ્રિયંકાને સાસુ સસરાથી અલગ ભાડાનું મકાનમાં રહેવાની ના પાડતા પ્રિયંકાને મનદુઃખ લાગી આવતા ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. પ્રફુલે પ્રિયંકાને ફાસો ખાધેલી હાલતમાં જાેઈને પ્રફુલે ૩ વર્ષના બાળકને ઓટલા ઉપર રમવા જણાવી ઘરનો દરવાજાે બંધ કરી પોતે પણ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું.પ્રફુલનો મિત્ર ભાવેશને પ્રફુલનું કામ પડતા ભાવેશે પ્રફુલને ઘણા ફોન કર્યા હતા. પ્રફુલે ફોન ન ઉપાડતા ભાવેશ ઘરે આવી પહોંચ્યો હતો ઘરનો દરવાજાે ખખડાવવા છતા દરવાજાે ન ખોલતા ભાવેશે પ્રફુલના માતા પિતાને ફોન કરીને જાણ કરી હતી. તેના માતા પિતા ઘરે આવી પહોંચ્યા બાદ ઘરનો દરવાજાે તોડી અંદર પ્રવેશતા પ્રફુલ અને પ્રિયંકાએ ફાસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. ઘટનાની જાણ ડુંગરી પોલીસને થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. ઘરમાં સુસાઇડ નોટ મળી નથી. પોલીસે હ્લજીન્ની ટીમની મદદ મેળવી આગળની તપાસ હાથ ધરી છે.