અમદાવાદ-

કૃષ્ણનગરમાં રહેતી 17 વર્ષીય સગીરા ઈન્સ્ટાગ્રામ પર એક યુવકના સંપર્કમાં આવી હતી. બાદમાં ફોન નંબરની આપ-લે કર્યા બાદ આ યુવક સગીરા સાથે વિડીયો કોલ પર વાતો કરતો હોય એક દિવસ યુવકે સગીરા સાથેનો વિડીયો કોલ રેકોર્ડ કરીને સગીરાને આ વિડીયો સોશિયલ મિડીયામાં વહેતો કરવાની ધમકી આપીને દુષ્કર્મ ગુજાર્યું હતું. બાદમાં અવાર નવાર વિડીયો વહેતો કરવાની ધમકી આપીને બિભત્સ માંગણી કરતો હતો.

જો કે આ અંગે સગીરાના પિતાને જાણ થતા સગીરાની પુછપરછ કરી ત્યારે સગીરાએ સમગ્ર આપ વિતી તેના પિતાને જણાવી હતી. બાદમાં સગીરાના પિતાએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. ક્રિષ્ણનગરમાં 54 વર્ષિય આધેડ પોતાના પરિવાર સાથે રહે છે. સવારના સમયે આધેડના મોટા ભાઈએ આધેડને જણાવ્યું હતું કે, મારા ફોનમાં અજાણ્યા નંબર પરથી વોટસ્એપ પર મેસેજ આવ્યો હતો જેમાં બિભત્સ શબ્દો લખ્યા હતા. જેથી કોણ છો તેમ પુછતા આ શખ્સે તમારી દિકરી જુહી (નામ બદલેલ છે)ને પુછી લેજો હું કોણ છું તેમ જણાવ્યું હતું. જેથી આધેડે આ નંબર પર ફોન કર્યો ત્યારે કોઈએ ફોન ઉપાડ્યો ન હતો. જો કે ફરી વખત ફોન કર્યો ત્યારે બિભત્સ શબ્દો બોલીને ફોન કાપી નાખ્યો હતો. જો કે આ અંગે જુહીને પુછપરછ કરતા જુહીએ જણાવ્યું હતું કે, સપ્ટેમ્બર ૨૦૨૦ માં ઈન્સ્ટાગ્રામ પર સાહિલ રાવ નામના શખ્સની મુલાકાત થઈ અને પછી નંબર એક્સચેન્જ કરી ફોનમાં વાત અને વિડિયો કોલિંગ પર વાતો કરતા હતા. જોકે સાહિલે સગીર વયની જુહી સાથે વિડિયો કોલીંગ માં સ્ક્રીન રેકોંડીગ કરતો હતો. બાદ રેકોર્ડિંગ ભાઈને મોકલી સોશિયલ મીડિયા માં વાયરલ કરી દેવાની ધમકી આપી દુષ્કર્મ ગુજાર્યું હતું. એટલું જ નહીં સાહિલ અવાર નવાર જુહી ને બ્લેકમેઇલ કરતો હતો અને જુહી વીડિયો વાયરલ ના થાય એ ડરથી કોઈ ને વાતની જાણ કરી ન હતી. આ અંગેની જાણ જુહીએ તેના પરીવારજનોને કરતા જુહીના પિતાએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં સાહિલના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી છે.