અમદાવાદ-

અમદાવાદ પાલડી વિસ્તારમાં આવેલી નવચેતન સ્કૂલ ની આજે મનમાંની સામે આવી છે. જેમાં સ્કૂલે અચાનક વાલીઓને ગ્રૂપમાં જુનિયર કે,જી અને સિનિયર કે.જીના ક્લાસ બંધ કરવાના મેસેજ કરતાં વાલીઓ સ્કૂલમાં પહોચી ગયા હતા. અને વાલીઓને આ સ્કૂલના ક્લાસ બંધ કરતાં હોબાળો કર્યો હતો. સ્કૂલ ધ્વારા કહેવામા આવ્યું છે કે જો 15 જૂન સુધી ફી ભરી હશે તેમના જ એડમિશન ચાલુ રાખવામા આવશે અને બાકીના એડમિશન કેન્સલ કરી દેવામાં આવશે.

2 દિવસ પહેલા વાલીઓને સ્કૂલ ધ્વારા ગ્રૂપ માં મેસેજ કરીને જાણ કરવામાં આવી હતી કે જો 15 જૂન સુધી ફી ભરવામાં નહીં આવે તો જે લોકો ને ફી નથી ભરી તેના એડમિશન કેન્સલ કરી દેવામાં આવશે. જેને લઈને વાલીઓ સ્કૂલ માં પહોચ્યા હતા અને ત્યાં હોબાળો કર્યો હતો. ત્યારે સ્કૂલ ધ્વારા હાલમાં કોઈ પણ પ્રતિક્રિયા આપવામાં આવી નથી કે કેમ તેમણે આવો નિર્ણય લીધો છે. બીજી તરફ ગ્રૂપમાં પણ તેમણે લખ્યું છે કે વાલીઓએ ચોપડીઓ ખરીદવી નહીં આવતીકાલ થી તાલીમ વર્ગો બંધ કરવામાં આવે છે. જો એડમિશન ચાલુ રાખવું હોય તો 15 જૂન સુધી ફી ભરી દેવામાં આવે નહીં તો 16 જૂન થી કોઈ પણ ની ફી લેવામાં આવશે નહીં. આ બાબતે વાત કરતાં વાલીઓએ જણાવ્યુ હતું કે અમને ગ્રૂપમાં 2 દિવસ પહેલા મેસેજ કર્યો હતો કે કોઈ પણ વાલીઓએ ચોપડીઓ ખરદીવી નહીં કારણકે તાલીમ વર્ગો બંધ કરવામાં આવે છે. અને એક બીજો મેસેજ હતો કે 15 જૂન સુધી ફી ભરી દેવામાં આવે નહીં તો એડમિશન કેન્સલ કરવામાં આવશે. આજે અમે અહી રજૂઆત કરવા માટે આવ્યા છીએ અમે ફી ભરવા તૈયાર છીએ. આ લોકો એડમિશન કેન્સલ ના કરે અને ક્લાસ બંધ ના કરે ઉલ્લેખનીય છે કે જો આવી રીતે સ્કૂલો પોતાની મનમાંની કરશે તો સમાન્ય વાલીઓનું શું થસે?