રાજકોટ-

રાજકોટ સહિત રાજ્યની છ મહાનગર પાલિકાનું મતદાન આજે યોજાઈ રહ્યું છે. આ દરમિયાન રાજકોટના રહેવાસી, ભાજપના નેતા અને હાલ કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળા પણ મતદાન કરવા આવ્યા હતા. તેમણે વોટિંગ કર્યા બાદ કહ્યું, યુવાનોને ટિકિટ આપીને સારું કર્યુ છે. વિધાનસભા અને લોકસભામાં પણ બંધારણના વર્ષ નક્કી કરવા જોઈએ. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અત્યાર સુધીમાં સરેરાશ 12.88 ટકા મતદાન થયું છે. જામનગરમાં સરેરાશ 15.45 ટકા મતદાન, રાજકોટમાં 14.76 ટકા મતદાન, સુરતમાં 13.73 ટકા મતદાન, ભાવનગરમાં 13.49 ટકા મતદાન, વડોદરા 13.16 ટકા મતદાન, અમદાવાદ 11.40 ટકા મતદાન નોંધાયું છે.