વલસાડ, દક્ષિણ ગુજરાત માં સ્થાનિક કૃષિવિભાગ ના રેઢિયાળ કારભાર ને કારણે કેટલાક એગ્રો સંચાલકો ફાટી ને ધુમાડે ચઢ્યા છે. રાજ્ય સરકારે ખાતર ના વેંચાણ કરવા માટે નક્કી કરેલા નીતિ નિયમો નો સરેઆમ ધજાગરા થઈ રહ્યા છે. નવસારી જિલ્લા માં એગ્રો સંચાલકો રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે આવતી સબસીડી વાળી ખાતર ને ખેડૂતો ના ખોટા ફિંગર પ્રિંટ ને આધારે રાજ્ય બહાર વેંચાણ કરી રહ્યા બાબત નો પર્દાફાશ થતા કૃષિવિભાગ ની કામગીરી સામે પ્રશ્રો ઉઠી રહ્યા છે સામાન્ય રીતે એગ્રો સંચાલકો ને તંત્ર દ્વારા અમુક ચોક્કસ વિસ્તાર માં કાયદા ને આધીન રહી ખાતર નું વેંચાણ કરવાનું હોય છે પરંતુ એગ્રો સંચાલકો કાયદા ને ઘોળી ને પી જઇ મરજી પ્રમાણે ખાતર નું વેંચાણ કરી સરકાર ની આંખ માં સરેઆમ ધૂળ ઝોંકી રહ્યા છે. ચીખલી તાલુકા ના ખુડવેલ ની અક્ષર ફર્ટિલાઈઝર્સ ડેપો માં ત્રણ ચાર મહિના પહેલા કંપનીઓની ૯૧.૮૦ મેટ્રિકટન યુરિયા ખાતર ગેરકાયદે ઝડપાઇ આવી હતી તેની તપાસ હજી ચાલુ છે ત્યાં વળી વાંસદા ના એગ્રી બીઝનેશ સેન્ટર ના સંચાલકે કરોડો રૂપિયા ની સબસીડી વાળી ખાતર રાજ્ય બહાર કેન્દ્ર સાશીત પ્રદેશ દમણ ખાતે વેંચાણ કર્યા હોવાનો ખુલાસો થતા કૃષિવિભાગ ની કામગીરી પર લાંછન લાગ્યું છે. એગ્રી બિઝનેશ સેન્ટર એજેનસી ને બચાવવા ગાંધીનગર ના સંબંધિત અધિકારીઓ પણ મેદાન માં પડ્યા હોવાનું લોકો માં બુમ ઉઠી છે. કૌભાંડ માં ઝડપાઇ ગયેલ એજેનસી સંચાલકે કાયદા ની જાણ ન હોવાથી ખાતર રાજ્ય બહાર વેચ્યું હોવાનો પોતા ના લેટરપેડ પર અધિકારી ને લેખિત માં જાણ કરી છે એનો અર્થ એ થાય કે એગ્રો સંચાલક પોતા નો ગુનો કબૂલ કર્યો છે છતાં પણ કાયદેસર પગલાં ભરવા માં અધિકારીઓ ના હાથ ટૂંકા પડી રહ્યા છે. બીજી બાજુ આ બાબતે દમણ ફોરેસ્ટ વિભાગે આ એગ્રો સંચાલક પાસે રાસાયણિક ખાતર વેંચાણ માં લીધા હોવાનો લેખિત ખુલાસો પણ કર્યો છે. કરોડો ની ખાતર રાજ્ય બહાર વેંચી કાયદા ને ગ્રહણ લગાડી દેનાર એગ્રો સંચાલક નો એગ્રો સીલ કરી તેના પર કાયદેસર પગલાં ભરવાને બદલે અધિકારી અરુણ ગરાસિયા એગ્રો સંચાલક ને છાવરી રહ્યા હોય તેેેમ લાગી રહ્યું છે. જ બાબતે અધિકારી અરુણ ગરાસિયા એ ટેલિફોનિક વાતચીત માં તેમની પાસે તપાસ આવ્યા ને બે જ દિવસ થયા હોવાનું જણાવી પોતા નો લુલો બચાવ કરી. રહયા છે બીજી બાજુ એગ્રો સંચાલક ખુલ્લેઆમ ગેરકાયદે ખાતર વેચી કૃષિવિભાગ ના કાયદા ને સરેઆમ નીલામ કરી રહ્યો છે.આ પ્રકરણ માં ઉચ્ચ સ્તરે તપાસ કરવા બાબતે લોકમાંગ ઉઠી છે.