અંક્લેશ્વર, નર્મદા પ્રદુષણ નિવારણ સમિતિ ભરૂચ દ્વારા દાખલ કરવામાં આવેલા એક મોટા પર્યાવરણીય કેસ માં રાષ્ટ્રીય ગ્રીન ટ્રિબ્યુનલ (એનજીટી) દ્વારા આદેશ કરવામાં આવ્યો હતો, જેમાં ગુજરાત રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ને નર્મદા ક્લીન ટેક લિ. દ્વારા સંચાલિત ઝઘડિયા સીઇટીપીનું પ્રદૂષણ અટકાવવા ઉપાય કરવા યોગ્ય પગલા લેવા નિર્દેશ આપ્યો હતો. ઝગડિયા - કંટીયાજાળ એફ્લુઅન્ટ પાઇપલાઇન ને કારણે થયેલ પર્યાવરણીય નુકસાન બાબતે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે જી.પી.સી.બી.ને આદેશ આપ્યો છે કે, જીઆઈડીસી ઝગડિયા માં ૭૨ કલાક ની ક્ષમતા માટે ફાઇનલ એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને ગાર્ડ તળાવ ના નિર્માણ સહિત સંમતિ ની શરતોનું પાલન એનીસીટી એ કરવાનું રહેશે. અને આ કામગીરી ને સુનિશ્ચિત કરવા માટે નર્મદા ક્લીન ટેક લિ. દ્વારા રૂપિયા ૧ કરોડ ની બેંક ગેરંટી સબમિટ કરવાની રહેશે. હુકમ પાલન ન કરવાના કિસ્સામાં એનજીટી દ્વારા આપેલા નિર્દેશ મુજબ જીપીસીબી દ્વારા રૂપિયા ૧ કરોડ ની બેંક ગેરંટી જપ્ત કરાશે.  

પ્રાપ્ત સૂત્રીય માહિતી અનુસાર ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ માં એનસીટીએ તારીખ ૧૮.૦૮.૨૦૨૦ ના રોજ બાંહેધરી આપી છે કે એફઇટીપી અને ગાર્ડ પોન્ડનું નિર્માણ નવેમ્બર ૨૦૨૧ સુધી માં પૂર્ણ કરવામાં આવશે.એનજીટી ના જૂન ૨૦૨૦ ના આદેશ મુજબ એનસીટીએ એફ્લુએન્ટ પાઇપલાઇન નું હાઇડ્રો પરીક્ષણ કરવા, એફઇટીપી બનાવવાની અને સંમતિની શરતોમાં ઉલ્લેખિત ક્ષમતાના ગાર્ડ પોન્ડ સમય મર્યાદામાં બાંધવાની જરૂર હતી. એનજીટી એ ૩૧.૧૦.૨૦૧૯ નાં તેના આદેશમાં સીપીસીબી, જીસીઝેડએમએ અને જીપીસીબીની બનેલી સંયુક્ત સમિતિ

પાસે થી હકીકત અહેવાલ માંગ્યો હતો, અને તા. ૦૪.૧૨.૨૦૧૯ ના અહેવાલ પર વિચાર કર્યા પછી, એનજીટીએ જીપીસીબીની શરતોનું પાલન કરવા નિર્દેશ આપ્યો હતો. શરતો અને પાલન બાબતે સંયુક્ત સમિતિ દ્વારા અહેવાલ માં જણાવાયુ છે કે એનસીટીએ હજુ સુધી એફઇટીપી અને ગાર્ડ પોન્ડ બનાવવા નું કામ શરૂ કર્યું નથી, પરંતુ ખાતરી આપી હતી કે નવેમ્બર ૨૦૨૧ સુધીમાં તેનો અમલ થશે. આ ઘટના માં નર્મદા પ્રદુષણ બચાવ સમિતિ એ દલીલ કરી હતી કે સીસીએના સતત ઉલ્લંઘન છતાં પણ જીપીસીબીએ એનસીટીએલને ચાર વર્ષ (ડિસેમ્બર ૨૦૧૬ - એપ્રિલ ૨૦૨૦) સુધી એફ્લુઅન્ટ પાઇપલાઇન ચલાવવાની મંજૂરી આપી હતી. સબસી પાઇપલાઇન કોઈપણ સીઇટીપી અથવા એફઇટીપી પ્લાન્ટ વિના કાર્યરત હતી કારણ કે પ્રવાહિત પાઇપલાઇનના સંચાલન માટેની એક પધ્ધતિ ચાલતી હતી.વધુમાં એનજીટીને રજુ કરાયેલ સંયુક્ત સમિતિ ના અહેવાલમાં ઝગડિયા-કંટીયાજાળ એફ્લુએન્ટ પાઈપલાઈન માંથી લીકેજ થવાની ૨૭ ઘટનાઓ પ્રકાશિત થઇ છે, જેના પગલે પાઇપલાઇન માર્ગની આજુબાજુ ગામનો વિસ્તાર પ્રદૂષિત થઈ રહ્યો છે, જેના માટે જીપીસીબીએ એનસીટી પર પર્યાવરણીય નુકશાન બદલ ૧૦ લાખ દંડ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યુ છે.