અમદાવાદ-

ગુજરાત માં કોરોનાનું સંક્રમણ દિનપ્રતિદિન વધી રહ્યું છે અને અમદાવાદ સહિત ના મોટા શહેરો માં કેસ વધી રહ્યા છે ત્યારે ગુજરાત હાઇકોર્ટમાં પણ કોરોના પહોંચી ગયો છે. જાણવા મળતી વિગતો મુજબ ગુજરાત હાઇકોર્ટમાં ત્રણ જજ નો રીપોર્ટ કોરોના પોઝીટિવ આવ્યો છે. જેમાં જસ્ટિસ આર.એમ.સરીન, જસ્ટિસ એ.સી.રાવ, જસ્ટિસ જી.આર.ઉધવાણીનો સમાવેશ થાય છે, આ ત્રણ જજ નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હવે ફિઝિકલ કોર્ટ શરૂ થવા પર પણ ફરી વિચારણા થઇ રહી છે. નોંધનીય છે કે અગાઉ પણ હાઇકોર્ટમાં સ્ટાફ સંક્રમિત થયો હતો. 

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 1281 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. ગુજરાતમાં કોરોના વાયરસના ટેસ્ટ વધારવામાં આવી રહ્યા છે ત્યારે રાજ્યમાં આજે કુલ 54,256 નવા ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેને લઇને કુલ ટેસ્ટનો આંકડો 6,978,249 પર પહોંચી ગયો છે. હાલ દિવાળી બાદ કોરોના ના કેસો સરકારી અને ખાનગી હોસ્પિટલમાં ઉભરાઈ રહ્યા છે ત્યારે હાઇકોર્ટ સુધી કોરોના નું સંક્રમણ પહોંચતા કોર્ટ કાર્યવાહી ઉપર અસર પડવાની શક્યતા છે અને આગામી તા 23 નવે.થી ફિઝિકલ કોર્ટ શરૂ થવા પર અવઢવ સ્થિતિ ઉભી થઇ છે.