અમદાવાદ-

શહેર પોલીસ માં ફરજ બજાવતા ચાર પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરાતા પોલીસ વિભાગમાં ચર્ચા શરૂ થઈ છે કે, એક સાથે ચાર પોલીસ કર્મીઓને શા માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા? મળતી માહિતી મુજબ  ઝોન 4 ડીસીપી રાજેશ ગઢીયા દ્વારા સરદારનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા બે પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરાયા અને કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અન્ય બે પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, સરદાર નગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા રઘુ દેસાઈને સરકારી પિસ્તોલ ગુમ થઈ જવા બાબતે નિષ્કાળજી બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

જ્યારે અલ્પેશ દરજી મહીસાગર પોલીસના હાથે દારૂની હેરાફેરી કેસમાં ઝડપવામાં આવ્યો હતો તે દરમિયાન તેની ફરજ કન્ટેન્મેન્ટ વિસ્તારમાં હતી. તેમ છતાં તે દારૂની હેરાફેરી કરતા પકડાયેલ. બીજી તરફ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા બે પોલીસકર્મીઓ બળાત્કારના આરોપમાં સંડોવાયેલા સુનિલ ભંડેરીને કોરોના પોઝિટિવ આવતા સિવિલ હોસ્પિટલમાં જાપ્તામાં રાખવામાં આવ્યા હતા. તે દરમિયાન પોલીસ કર્મી વનરાજ અને દિનેશ નામના આ બંને પોલીસ કર્મીઓ ની બેદરકારીને કારણે આરોપી સુનિલ ભંડેરી ફરાર ફરાર થયો હતો. જોકે બાદમાં સુનિલ ભંડેરીને ઝડપી લેવાયો હતો. પરંતુ ફરજમાં નિષ્કાળજી દાખવવા બદલ ડીસીપીએ સસ્પેન્શન ની કાર્યવાહી કરી છે.