અમદાવાદ-

અમદાવાદના જમાલપુર કાજીનાં ધાબા પાસે ઈમારત ધરશાયી થયાનો વીડિયો સામે આવ્યો છે. 5 માળની ઈમારત ગણતરીની મિનિટમાં જમીનદોસ્ત થઈ ચૂકી હતી. ઈમારત ધરાશાયી થતો લાઈવ વીડિયો સામે આવ્યો છે. જો કે, આ ઘટનામાં કોઈ જાનહાની થઈ હોય તેવું હાલમાં સામે આવ્યું નથી. અમદાવાદના જમાલપુરના કાજીના ધાબા પાસે 5 માળની ઈમારત ધરાશાયી થઈ ગયા હતી. જો કે સ્થાનિકોનું કહેવું છે કે, બિલ્ડીંગ ધરાશાયી થઈ ત્યારે કોઈ ઈમારતમાં હાજર ન હતું. બિલ્ડીંગ હલતી હતી ત્યારે જ લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. જો કે આ મામલે વીડિયો વાઈરલ થયો હતો. જે બાદ પોલીસ તાબડતોડ ઘટના સ્થળ પર દોડી આવી હતી.