અમદાવાદ-

અમદાવાદામાં દિવાળી બાદ વધેલા કોરોનાનો કહેર મંદ ગતિએ આવ્યો છે. કોરોનાના કેસો ફરી એકવાર ઘટતાં તબીબોમાં રાહત મળી છે. એએમસીએ નોટિફાઈ કરાયેલી મોટાભાગની હોસ્પિટલમાં હાલ કોરોનાના મહત્તમ બેડ ખાલી છે. તો અમદાવાદની કેટલીક કોવિડ ડેઝીગ્નેટેડ હોસ્પિટલમાં હાલ ૧૦૦% બેડ ખાલી છે. કોરોનાના કેસો ઘટતાં તેમજ કોરોનાના દર્દીઓ ન આવતા હોવાથી ખાનગી હોસ્પિટલો ડીનોટિફાય કરવાનું શરૂ કરાયું છે. હાલ અમદાવાદમાં ૯૪ કોવિડ ડેઝીગ્નેટેડ હોસ્પિટલ છે, જે દિવાળીની આસપાસ ૧૦૫ થી ઉપર જઈ પહોંચી હતી. હાલ કોવિડ ડેઝીગ્નેટેડ હોસ્પિટલમાં ૯૦ ટકા બેડ ખાલી છે.

સાથે જ આહનાના પ્રેસિડેન્ટના જણાવ્યા પ્રમાણે ખાનગી હૉસ્પિટલનો સ્ટાફ રસીકરણ માટે તૈયાર છે. જાે આગામી દિવસોના હોસ્પિટલોમાં વેકસીન સેન્ટર શરૂ કરાશે, અમે પૂરો સહયોગ આપીશું. દિવાળી બાદ કોરોનાના કેસોમાં વધારો થયો હતો. પરંતુ થોડા દિવસોમાં પણ તેમાં ઘટાડો જાેવા મળ્યો હતો. ત્યારે હવે અમદાવાદમાં કોરોનાના કેસ ઓછા આવી રહ્યા છે. આ સ્થિતિમાં છસ્ઝ્ર દ્વારા નોટિફાય કરાયેલી મોટાભાગની ખાનગી હોસ્પિટલમાં હાલ કોરોનાના મહત્તમ બેડ ખાલી છે. અમદાવાદની કેટલીક કોવિડ ડેઝીગ્નેટેડ હોસ્પિટલમાં હાલ ૧૦૦% બેડ ખાલી છે. કોરોનાના કેસો ઘટતાં, દર્દીઓ ના આવતા હવે ખાનગી હોસ્પિટલો ડીનોટિફાય કરવાનું શરૂ કરાયું છે. ખાનગી હોસ્પિટલ અને એએમસી ની પરસ્પર સહમતી બાદ કોવિડ ડેઝીગ્નેટેડ હોસ્પિટલ ડિનોટિફાઈ કરવામાં આવી રહી છે.

આ મામલે આહનાના પ્રેસિડન્ટ ડો.ભરત ગઢવીએ જણાવ્યું કે, જાે કે કોરોનાના કેસો ફરી વધે તો નોટિફાય કરવાની શરતે એએમસી દ્વારા હોસ્પિટલોને હાલ ડીનોટિફાઈ કરવામાં આવી રહી છે. હાલ અમદાવાદમાં ૯૪ કોવિડ ડેઝીગ્નેટેડ હોસ્પિટલ છે, જે દિવાળીની આસપાસ ૧૦૫ થી ઉપર જઈ પહોંચી હતી. પરંતુ હાલ સ્થિતિ એવી એછ કે, અમદાવાદમાં કોવિડ ડેઝીગ્નેટેડ હોસ્પિટલમાં ૯૦ ટકા બેડ ખાલી છે. આ ઉપરાંત આહનાના પ્રેસિડેન્ટે કોરોના વેકસીન અંગે વાત કરતા કહ્યું કે, ખાનગી હોસ્પિટલનો સ્ટાફ વેક્સીન માટે તૈયાર છે.