અમદાવાદ-

અમદાવાદ શહેરના ઇસ્કોન મંદિર પાસે ગંભીર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત AMTS બસ અને બાઈક સવાર વચ્ચે સર્જાયો હતો. જેમાં બાઈક સવાર યુવકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે. ત્યારે અકસ્માતો માટે પંકાયેલ AMTS એ વધુ એક ભોગ લીધો છે.  AMTSની રૂટ નંબર 501 બસે બાઈકચાલકને અડફેટે લીધો હતો. જેમાં બાઈકચાલક બસના આગળના ટાયરમાં આવી ગયો હતો. અને બાઈક સવારનું ઘટનાસ્થળ પર જ કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું.