અમદાવાદ-

નવા વાડજમાં અખબારનગર પાસે આવેલી રચના સ્કૂલ પાસેથી પસાર થઈ રહેલી કારમાં અચાનક જ કારમાં આગ લાગી હતી અને કાર બળીને ખાક થઈ ગઈ હતી. આસપાસના લોકો કારની આગને બુઝવવાના પ્રયત્નો કરે ત્યાં સુધી બહુ મોડું થઈ ગયું હતું. આસપાસના લોકો ગેસ લિકેજ કે શોર્ટસર્કિટના કારણે કારમાં આગ લાગી હોવાનું માની રહ્યા છે. સદનસીબે કોઈ જાનહાની થઈ નહતી. કારને આગ લાગતા કારમાં બેઠેલા તમામ લોકો તાત્કાલિક બહાર નીકળી જતા તેમને કોઈ નુકસાન કે જાનહાની થઈ નહતી. શહેરના અખબાર નગર પાસે આવેલી રચના સ્કૂલ પાસેથી પસાર થતી એક કારમાં અચાનક આગ લાગતા કાર બળીને ખાક થઈ ગઈ હતી. આસપાસના લોકો કારની આગને બુઝાવવા પ્રયત્નો કરે ત્યાં સુધી તો બહુ મોડું થઈ ગયું હતું.