અમદાવાદ-

અમદાવાદના સોલા વિસ્તારમાં રહેતી એક પરિણીતાએ ગત ૨૭ નવેમ્બરના રોજ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ મહિલાએ પોતાના પતિ, સાસુ, સસરા દિયર, દેરાણી સામે આક્ષેપ કરતા ફરિયાદ દાખલ કરી હતી. તપાસ દરમિયાન મહિલાએ મોટો ઘટસ્ફોટ કરતાં પોતાના સસરા સામે બળાત્કારનો આક્ષેપ પણ કર્યો છે. જેથી પોલીસે જૂની ફરિયાદમાં બળાત્કારની કલમ ઉમેરી આગળની તપાસ શરૂ કરી છે.

મહિલાના આરોપ બાદ પોલીસે મહિલાનો મેડિકલ પણ કરાવી રહી છે. પોલીસે અગાઉ મહિલાની ફરિયાદ આપી હતી અને તેમાં બળાત્કારની કલમનો ઉમેરો કર્યો છે. વિગતવાર વાત કરીએ તો, ૨૭ નવેમ્બરના રોજ મહિલાએ ફરિયાદ દાખલ કરી હતી. જેમાં મહિલાએ આક્ષેપ કર્યો હતો કે, તેના પતિનો અન્ય સ્ત્રી સાથે સંબંધ છે. જેના કારણે તેણે તે હેરાન કરે છે. પતિની સાથોસાથ સસરા અને અન્ય લોકો પણ તેના પતિનો સાથ આપે છે. મહિલાના જણાવ્યા પ્રમાણે, તેનો પતિ ગેરકાયદેસર કોલ સેન્ટર ચલાવે છે અને સ્પાની આડમાં દેહ વેપારનો ધંધો કરે છે.

મહિલાએ સુસાઈડ નોટ પણ લખી હતી અને જેમાં આ બધા આક્ષેપો કર્યા હતા. આપઘાતના પ્રયાસ બાદ મહિલાનો જીવ બચી જતા તેમણે પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી હતી. આ મામલે સોલા પોલીસ સ્ટેશનના પી.આઇ જે.પી જાડેજાનું કહેવું છે કે, મહિલાના આરોપ બાદ ફરિયાદ લીધી છે અને આરોપી સસરાને કોરોના થયો હતો જેથી નેગેટિવ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.