અમદાવાદ-

ચોરી કરવા નીકળે છે અને બાદમાં સવારે ચારેય આરોપીઓ સોનાની દુકાન અને આગંડિયા પેઢી નજીક રિક્ષા ઊભી રાખીને રેકી કરવા નીકળતી હતી. જયારે કોઈ વ્યકિત આગંડિયા પેઢી કે સોનાની દુકાનમાંથી બેગ લઈને નીકળે ત્યારે તેને ટાર્ગેટ કરતી. પહેલા રિક્ષા નજીક લઈને જાય અને મુસાફરને જવાનું સ્થળ પૂછે બાદમાં અન્ય રિક્ષાચાલક કરતા ઓછું ભાડું જણાવે. આથી, મુસાફર લાલચમાં રિક્ષામા બેસી જતા હતા.

ત્યારબાદ ત્રણ આરોપી મુસાફર બનીને બેસતા હતા. જ્યારે એક રિક્ષા ચલાવતો હતો. પાછળ બેસેલા આરોપીઓ બેગમાંથી ચોરી કરી લે તો રિક્ષાચાલકના હાથ પર આગળીથી ગોળ રાઉન્ડ કરે અને જો કામ અધુરૂ હોય તો આંગળીથી લાઈન દોરે. જો ગોળ રાઉન્ડનો ઈસારો મળે કે, તરત જ રિક્ષાચાલક વાહન રોકીને મુસાફરને કોઈ પણ બહાને ઉતારીને રફૂચક્કર થઈ જતા હતા. આ ટોળકીએ પેસેન્જર રિક્ષામાં અનેક મુસાફરોની કિમંતી ચીજવસ્તુઓની ચોરી કરી હતી. પોલીસે ચારેય આરોપીની ધરપકડ કરીને તેમની પાસેથી ચોરીના 31 તોલા સોનુ જપ્ત કર્યુ છે. આ રિક્ષા ગેંગ અમદાવાદના જૂદા જૂદા વિસ્તારમાં અનેક મુસાફરોને ટાર્ગેટ કર્યા છે. પોલીસે પાંચ ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. આ ગેંગમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલા છે કે નહીં તથા વધુ કેટલા ગુના આચર્યા છે તે મુદ્દે પોલીસ પુછપરછ કરી રહી છે.