અમદાવાદ-

આંબાવાડી વિસ્તારમાં રહેતા ૫૦ વર્ષીય રિક્ષાચાલક વિનુ પરમારનું ગંભીર ઈજાઓને કારણે મોત થયું છે. આ ઈજાઓ પત્ની અને બે સંતાનો- ૧૭ વર્ષનો દીકરો અને ૧૯ વર્ષની દીકરીએ મારપીટ કરતાં પહોંચી હતી. ૫ મેના રોજ એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆર પ્રમાણે, વિનુ પરમારને પત્ની રંજન, દીકરી હિનલ અને સગીર વયના દીકરાએ આંબેડકર કોલોની સ્થિત ઘર રંજનના નામે ટ્રાન્સફર કરવા મુદ્દે તકરાર થઈ હતી. વિનુ પરમારે પોતાના મોટાભાઈ રમેશ પરમારને ફોન કરીને મદદ માગી હતી સાથે જ પોતાના પરિવારથી બચાવવાની આજીજી કરી હતી. રમેશભાઈ અને પરિવારના અન્ય એક સભ્ય વિનુભાઈની મદદ કરવા તેમના ઘરે પહોંચ્યા હતા અને ત્યાંથી સોલા સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. સિવિલના ઓપીડીમાં વિનુભાઈને પ્રાથમિક સારવાર અપાઈ હતી અને ઘરે મોકલાયા હતા.

૬ મેની સાંજે આ જ વિસ્તારમાં રહેતો વિનુ પરમારનો ભત્રીજાે રાજુ તેમની ખબર પૂછવા આવ્યો હતો. ત્યારે તેણે જાેયું કે, ઘરની બહાર આવેલી ગેલેરીમાં વિનુ પરમાર બેભાન અવસ્થામાં હતા. રાજુએ રમેશભાઈને આ વિશે જાણ કરી અને બાદમાં ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવી હતી. ૧૦૮ની એમ્બ્યુલન્સના ડાૅક્ટરો ત્યાં પહોંચ્યા અને વિનુભાઈને મૃત જાહેર કર્યા હતા. વિનુ પરમારને પત્ની અને બાળકોએ લાકડીઓ વડે માર માર્યો હોવાથી એલિસબ્રિજ પોલીસે ફરિયાદ નોંધી હતી. એલિસબ્રિજ પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર અપૂર્વ પટેલે કહ્ય્šં, ૧૮ ઓગસ્ટે ડાૅક્ટરોની પેનલે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આપ્યો હતો.

જે મુજબ, ઈજાઓના કારણે વિનુ પરમારને આંચકો લાગ્યો હતો અને તેમનું મોત થયું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ અમે મૃતકની પત્ની, દીકરી અને સગીર વયના દીકરા સામે ગુનો નોંધ્યો હતો." મૃતકના ભાઈ રમેશે જણાવ્યું કે, છેલ્લા ૧૦ વર્ષથી ઘર પત્નીના નામે ટ્રાન્સફર કરાવવા માટે વિનુભાઈને પત્ની, દીકરી અને મોટો દીકરો મારતા હતા અને ત્રાસ ગુજારતા હતા. રમેશે કહ્યું "લોકડાઉનના કારણે ખાસ કમાણી થતી નહોતી જેના કારણે પણ પત્ની અને બાળકો વિનુભાઈને ત્રાસ આપતા હતા. તેમણે વિનુભાઈને એટલી હદ સુધી માર્યા કે ઈજાઓના કારણે તેમનો જીવ જતો રહ્યો." ઉલ્લેખનીય છે કે, વિનુ પરમારનો નાનો દીકરો ધોરણ સાતમાં અભ્યાસ કરે છે.