અમદાવાદ-

અમદાવાદના સોલા વિસ્તારમાં રહેતી 28 વર્ષીય યુવતી છેલ્લા પંદર દિવસથી તેના પતિ સાથે ભાડે રહેવા આવી હતી અને.તેના પતિ ઉદયપુરમાં હોટલ ચલાવતા હતા. પરંતુ લોકડાઉન ને કારણે ધંધો પડી ભાંગતા બંને પતિ-પત્ની અમદાવાદમાં નોકરી શોધવા આવ્યા હતા. આ યુવતી અગાઉ અમદાવાદમાં બે વર્ષ એકલી રહેતી હતી ત્યારે બોપલમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરતી હતી અને તે વખતે તેની ઓફિસમાં સુરેશભાઈ જાટ નામનો વ્યક્તિ આવ્યો હતો અને તેને આ મહિલાને ટ્રાન્સપોર્ટર તરીકેની ઓળખ આપી પરિચય કર્યો.પરંતુ નોકરી જોઈતી હોવાના કારણે આ મહિલા અમદાવાદ આવ્યા બાદ સુરેશને ફોન કર્યો હતો. ત્યારે તેને ફ્લેટ ઉપર બોલાવી હતી અને ફ્લેટમાં નીચે લેવા પણ ગયો હતો. ત્યારે સુરેશ નામના વ્યક્તિએ આ મહિલાને કોલ્ડડ્રિન્કની બોટલ આપતા તે પી ગઈ હતી અને બાદમાં મહિલાને આ પીણું પીવાથી ચક્કર આવ્યા હતા. ત્યારે તેની નોકરીની વાત સુરેશ નામના વ્યક્તિ સાથે ચાલુ હતી પરંતુ બાદમાં તે બેભાન થઇ ગઈ હતી. બે કલાક પછી જ્યારે તે ભાનમાં આવી ત્યારે તેના શર્ટના બટન ખુલ્લા હતા અને પેન્ટ પણ શરીર ઉપર ન હતું. આ સુરેશે કેફી પીણું પીવડાવી તેના ઘરમાં મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજાર્યો હોવાની તેને જાણ થતાં જ તેણે નારોલ પોલીસ સ્ટેશનમાં સુરેશ નામના વ્યક્તિ સામે ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે.