અમદાવાદ-

હવે ગુજરાતમાં પણ અદાણીને લઈને નવો વિવાદ ઊભો થતો દેખાઈ રહ્યો છે અને તેનું કારણ છે અમદાવાદ ઍરપોર્ટ. અમદાવાદ ઍરપોર્ટના નામમાં સરદાર પટેલનું નામ ગાયબ થતાં કોંગ્રેસ ટિ્‌વટ કરી વિરોધ વ્યક્ત કર્યો છે.

અમદાવાદ ઍરપોર્ટનું સંચાલન ૭ નવેમ્બરથી અદાણીને સોંપાયા બાદ હવે તેના નામને લઈને પ્રથમ વખત વિવાદ સામે આવ્યો છે. અમદાવાદ ઍરપોર્ટનું નામ સરદાર વલ્લભભાઈ પટેલ હતું તેનું હવે નવું નામ અદાણી ઍરપોર્ટ કરી દેવાયું છે. ઍરપોર્ટ પર અદાણી ઍરપોટ્‌ર્સના બોર્ડ લગાવી દેવાયા છે જેના પગલે હવે કોંગ્રેસે વિરોધ વ્યક્ત કર્યો છે.

મહત્વનું છે કે થોડા દિવસો અગાઉ દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનમાં સરકાર સાથે નિષ્ફળ વાટાઘાટો બાદ અદાણી અને અંબાણીના પ્રોડક્ટ્‌સ બહિષ્કાર કરવાનો ર્નિણય લીધો હતો. જાે કે આ મામલે અદાણીએ સત્તાવાર નિવેદન જાહેર કર્યુ હતું અને લોકોનો ભ્રમ દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો. અદાણીએ કહ્યું હતું કે અમે સરકાર માટે માત્ર અનાજ સ્ટોર કરીએ છીએ નહીં કે અમે સીધી ખેડૂતો પાસેથી ખરીદી કરીએ છીએ.

બીજી બાજુ ઓસ્ટ્રેલિયામાં પણ અદાણીના કોલસા ઉદ્યોગને લઈને વિરોધ જાેવા મળ્યો હતો. તાજેતરમાં જ ભારત અને ઓસ્ટ્રેલિયાની મેચ દરમ્યાન ચાલુ મેચમાં એક શખ્સ કાર્ડ બોર્ડ લઈને મેદાનમાં વિરોધ કરવા પહોંચી ગયો હતો. જેમાં તે અદાણીના કોલ પ્રોજેક્ટને લઈને વિરોધ કરતો જાેવા મળ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, ફેબ્રુઆરી ૨૦૧૯માં કેન્દ્ર સરકારે ૬ મુખ્ય એરપોર્ટનું ખાનગીકરણ કર્યું હતુ. તેમાં લખનઉ, અમદાવાદ, જયપુર, મેંગલુરુ, થિરુવનંતપુરમ અને ગુવાહાટી એરપોર્ટ સામેલ છે. એક પ્રતિસ્પર્ધી બોલી પ્રોસેસ બાદ અદાણી ગ્રૂપને ત્રણ એરપોર્ટ ચલાવવાનો અધિકાર મળ્યો હતો. એરપોર્ટ ઓથોરિટી દ્વારા અદાણી ગ્રૂપને અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ, લખનઉ એરપોર્ટ અને મેંગલુરુ એરપોર્ટ સોંપાયા છે. અમદાવાદ એરપોટપ્રવાસીઓની સંખ્યાની દ્રષ્ટિએ ભારતનું આઠમું સૌથી વ્યસ્ત એરપોર્ટ ગણાય છે. અહી રોજના સરેરાશ ૨૫૦ વિમાન ઉડાન ભરે છે. વર્ષ ૨૦૧૪-૧૫માં ૪૮ લાખ પ્રવાસીઓએ આ એરપોર્ટની સેવા લીધી હતી. 

અમદાવાદ એરપોર્ટની સ્થાપના વર્ષ ૧૯૩૭માં થઇ હતી. આંતરરાષ્ટ્રીય સેવાની શરૂઆત વર્ષ ૧૯૯૨માં થઇ હતી. અમદાવાદ એરપોર્ટને આંતરરાષ્ટ્રીય હવાઇમથકનો દરજ્જો ૨૩ મે ૨૦૦૦માં મળ્યો હતો. વર્ષ ૨૦૧૦માં આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે નવું ટર્મિનલ ૨ ખુલ્લું મુકવામાં આવ્યુ હતું. સાથે જ સરદાર વલ્લભભાઇ પટેલની ૧૮ કીીં (૫.૫ દ્બ) ઊંચી પ્રતિમાનું પણ આ એરપોર્ટ ખાતે અનાવરણ કરવામાં આવ્યુ હતું.