અમદાવાદ-

ગુજરાત રાજ્યમાં કોરોનાએ મઝા મૂકી છે. જેને લઈને રાજ્ય સરકાર દ્વારા ફરી એકવાર કડક પગલા ભરવામાં આવી રહ્યા છે. જેમાં બિન ગુજરતી એવા ઉત્તર ભારતીય નો તહેવાર છઠ પૂજા હાલમાં આવી રહ્યો છે. જેનો આજે અંતિમ દિવસ છે. અમદાવાદમાં આ વર્ષે છઠ પૂજાનું આયોજન નહિ થાય. છઠ મહાપર્વ સમન્વય સમિતિ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે.

નોધનીય છે કે, આ દિવસે પરિણીત મહિલાઓ વ્રત રાખે છે અને સાંજે નદી કે તળાવ કિનારે સુર્યની પૂજા કરે છે. ગુજરાતમાં ખાસકરીને અમદાવાદ, સુરત સહિતના શહેરોમાં ઉત્તર ભારતીય સમુદાયના લોકો વસવાટ કરે છે. દરવર્ષે અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં ધામધૂમથી છઠ પૂજાની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે અમદાવાદ, સુરત, વડોદરા જેવા મોટા શહેરોમાં છઠ પૂજાનું આયોજન નહિ થાય. 

અમદાવાદમાં આ વર્ષે છઠ પૂજાનું આયોજન નહિ થાય. કોરોનાનું સંક્રમણ વધતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ પૂજામાં મહિલાઓ દ્વારા 3 દિવસના ઉપવાસ કરવામાં આવે છે. ઉપવાસના લીધે તેમની રોગપ્રતિકારક શક્તિ ઘટી જાય છે. આવામાં ઘાટ પર આવેલા કુંડમાં પાણીમાં સંક્રમિત વ્યક્તિ ઉતરે તો બધાને ચેપ લાગવાનો ભય રહે છે. તેથી તમામ ઉત્તર ભારતીય અને બિહારી નાગરિકોને છઠ પૂજા ઘરમાં રહીને કરવાની સમિતિ દ્વારા અપીલ કરાઈ છે. છઠપર્વને ઘરમાં રહીને કરવા અપીલ કરાઈ.