અમદાવાદ-

લગ્ન પ્રસંગમાં ફાયરિંગ કરવાનો આજ કાલ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. તેવામાં લગ્ન પ્રસંગમાં વરરાજાએ જાન લઈને જઈ રહ્યા હતા, તે દરમિયાન હવામાં ફાયરિંગ કર્યું હતું. હવામાં ફાયરિંગ કરવાનો વીડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જે બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી અને વરરાજા અને તેના પિતાની ધરપકડ કરાઇ હતી. ફાયરિંગનો વિડ્યો વાયરલ થતા પોલીસ દોડતી થઈ ગઈ અને પોલીસે આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધી વરરાજા અને તેના પિતાની ધરપકડ કરી હતી. પોલીસે વરરાજાના પિતા સુમનસિંહ રાજપૂતની પૂછપરછ કરતા બીએસફમાં હેડ કોન્સ્ટેબલ તરીકે નિવૃત થયા હતા. જે રિવોલ્વર જમ્મુ કાશ્મીરમાં લાઇસન્સ દ્વારા મેળવી હતી પરંતુ લગ્નમાં ઉત્સાહમાં આવી પિતાની લાઇસન્સ વાળી રિવોલ્વરથી પુત્ર શિવાએ ફાયરિંગ કર્યુ હતુ. લગ્ન પ્રસંગમાં હવામાં ફાયરિંગ કરવાનો જાણે ટ્રેન્ડ શરૂ થયો હોય તેવું લાગી રહ્યું છે કારણ કે, અત્યાર સુધીમાં 6 થી વધુ હવામાં ફાયરિંગ કરતા વિડ્યો સામે આવી ચૂક્યા છે.