અમદાવાદ-

અમદાવાદમાં ભાજપનાં નેતા ગોરધન ઝડફિયાની હત્યાનાં ઇરાદે આવેલા શાર્પશૂટર દ્વારા ATS તેને પકડવા જતા ATS પર ફાયરિંગ કર્યુ હતું, જો કે ATS અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના આ સંયુક્ત ઓપરેશનમાં શાર્પશૂટર ઈરફાનને ઝડપી લેવામાં આવ્યો હતો. સદભાગ્યે પોલીસ પર કરવામાં આવેલા ફાયરિંગમાં કોઇ પોલીસ કર્મીઓને ઇજા પહોંચી ન હતી. શાર્પશૂટર કેસની તપાસના આધારે ગુજરાત ATS દ્વારા આ મામલે વધુ 5 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસને આ મામલે કાવતરાનાં મુખ્ય ભેજાબાજ હાજી શબ્બીરની તલાસ છે. 

હાલ ગુજરાત ATS દ્વારા મુંબઈ, અકોલા અને મેંગ્લોરથી કુલ 5 આરોપીઓ ઝડપી લેવામાં આવ્યા છે. ઈરફાન સહિત આ કેસમાં કુલ છ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે અને જ્યારે મુન્ના ઝીંગાડા જ હાજી શબ્બીર હોઈ શકે છે તેવી શંકા છે ત્યારે હાજી શબ્બીરને શોધવા માટે એટીએસે તપાસનો તખ્તો તૈયાર કર્યો છે.