અમદાવાદ-

સમગ્ર દેશમાં ચકચાર મચાવનારા આયેશા આત્મહત્યા કાંડમાં તેના પતિની ધરપકડ કરી લેવામાં આવી છે. અમદાવાદનાં આત્મહત્યા કરતા પહેલા યુવતીએ એક વીડિયો બનાવ્યો હતો. આ વીડિોય સમગ્ર દેશમાં વાયરલ થતા તેના ખુબ જ ઉંડા પડઘા પડ્યા હતા. તેના પતિના ત્રાસના કારણે મહિલાએ આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યં હતું. જો કે આ વીડિયો વાયરલ થયા બાદ તેનો પતિ આરીફ ખાન પઠાણ ફરાર થઇ ગયો હતો. જો કે રિવરફ્રંટ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા રાજસ્થાનના પાલી ખાતેથી તેની ધરપકડ કરી લેવામાં આવી હતી.

પોલીસની ટીમ દ્વારા તેની અટકાયત બાદ આજે તેને ગુજરાતમાં લાવવામાં આવ્યો છે. અહીં તેને કોર્ટમાં હાજર કરીને આગળની કાર્યવાહી હાથ ધરાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, આરોપીને ફાંસીની સજા થવી જોઇએ તેવી માંગ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહી છે. આ અંગેના પોસ્ટર પણ લાગી ચુક્યા છે. હાલ તો પોલીસ ધરપકડ કરીને લાવ્યા બાદ તેના પર કયા આરોપો લગાવે છે તેના પર બધુ આધારિત છે. આજે તેને અમદાવાદ ખાતે લાવવામાં આવશે. કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવશે.

આઇશા નામની યુવતીએ કરેલા આપઘાતના કેસમાં હવે નવો ખુલાસો થયો છે. આઇશા દ્વારા આપઘાત અગાઉ આરિફ સાથે વાત કરવામાં આવી હતી. આઇશાને સામાન્ય વાતો શરૂ કરી હતી પણ આરીફ વારંવાર વટવામાં નોંધાવેલી ફરિયાદ પાછી લેવા માટે દબાણ કરી ત્રાસ આપતો હતો. જેને લઇ જવાની મનાઇ કરતો રહેતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. બીજી તરફ આરીફને શોધવા માટે રિવરફ્રન્ટ પોલીસની એક ટીમ રાજસ્થાન પહોંચી ચુકી છે. જો કે આયેશાના વાયરલ થયેલા વીડિયો બાદ આરીફ ભાગી છુટ્યો હોવાનું સામે આવ્યું છે.

પત્નીના મોતનો કોઈ રંજ ન હોય તે રીતે હસતા મોઢે પોઝ આપ્યો

અમદાવાદ ખાતે લવાયા બાદ આરીફને જાણે તેની પત્ની આયેશાના મોતનું જરા પણ દુ:ખ ન હોય તે રીતે તેણે હસતા મોઢે મીડિયા સામે પોઝ આપ્યો હતો. બીજી તરફ તેની સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે તેવી દેશભરમાંથી માંગણી ઉઠી છે. પોલીસે આરીફની આઈપીસીની કલમ 306 (આપઘાત માટે ઉશ્કેરણી) હેઠળ ધરપકડ કરી છે. આ ઉપરાંત આરીફ અને તેના માતાપિતા સામે ઘરેલું હિંસાનો કેસ પણ ચાલી રહ્યો છે.

આયેશાના પિતા લિયાકતઅલીએ પ્રેસ કોન્ફરન્સ કરીને સરકાર પાસે ન્યાયની માંગણી કરી છે. તેના પિતાનું કહેવું હતું કે તેની દીકરી દુનિયામાં નથી રહી પરંતુ અન્ય કોઈ દીકરી સાથે આવું ન બને તે માટે આરીફને કડકમાં કડક સજા થાય તે જરૂરી છે. આ દરમિયાન એવા આક્ષેપ પણ થયા છે કે, આરીફને અન્ય મહિલા સાથે સંબંધ હતા. એટલું જ નહીં, તે આયેશાની સામે જ તેની મહિલા મિત્ર સાથે વાતચીત કરતો હતો. એટલું જ નહીં, તે આયેશાને ઘરમાંથી બહાર નીકળી જવા માટે દબાણ કરતો હતો.

અમદાવાદમાં માતાપિતા સાથે રહેતી આયેશા નામની યુવતીએ સાબરમતી રિવરફ્રન્ટ પર વીડિયો બનાવીને આપઘાત કરી લીધો છે. આપઘાત કરતા પહેલા આયેશાએ હસતા મોઢે એક વીડિયો બનાવ્યો હતો. આ વીડિયો તેણીએ તેના પતિને મોકલ્યો હતો. આપઘાત કરવા પહોંચેલી આયેશાને તેના પતિએ કહ્યું હતું કે, 'આપઘાત પહેલા વીડિયો બનાવીને મોકલી દે જે.' પતિની આવી માંગણી બાદ આયેશાએ આપઘાત પહેલા વીડિયો બનાવીને મોકલી દીધો હતો. જે બાદમાં તેણીએ નદીમાં કૂદીને આપઘા કરી લીધો હતો. આપઘાત પહેલા આયેશાએ તેના માતાપિતા અને પતિ આરીફ સાથે લાંબી વાતચીત કરી હતી. આયેશાના આપઘાત બાદ તેનો પતિ ફરાર થઈ ગયો હતો.

વટવામાં રહેતા લિયાકતઅલી મકરાણી સિલાઈ કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓને સંતાનમાં મોટી દીકરી હીના, દીકરો આમિર, દીકરો અરમાન અને દીકરી આયેશા ઉર્ફે સોનુ હતી. આયેશા ઉર્ફે સોનુના લગ્ન વર્ષ વર્ષ 2018માં રાજસ્થાન ખાતે રહેતા આરીફ ખાન સાથે થયા હતા. લગ્ન બાદ આયશાને તેનો પતિ અને સાસરિયાઓ દહેજ બાબતે ત્રાસ આપતા હતા. આ મામલે આયેશાએ વટવા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ પણ નોંધાવી છે. જે કેસ હાલ ચાલી રહ્યો છે. આરીફ આ કેસ પરત ખેંચી લેવા માટે સતત દબાણ કરતો હતો.

યુવતીએ આપઘાત પહેલા તેના માતાપિતાને ફોન કર્યો હતો. આ પહેલા યુવતીએ તેના પતિને આપઘાત કરવા જઈ રહી હોવાનો ફોન કર્યો હતો. આ દરમિયાન તેના પતિએ તેણીને જણાવ્યું હતું કે, તું મરી જા. અને મરતા પહેલા મને વીડિયો બનાવીને મોકલી દેજે. જે બાદમાં યુવતીએ રિવરફ્રન્ટ પર બેસીને હસતા મોઢે વીડિયો બનાવ્યો હતો અને તેના પતિને મોકલી આપ્યો હતો. બાદમાં તેણીએ આપઘાત કરી લીધો હતો. આ દરમિયાન યુવતીએ માતાપિતાને ફોન કરતા તેમણે યુવતીને ખૂબ સમજાવી હતી પરંતુ યુવતી માની ન હતી. યુવતીના પતિએ જ્યારે પોતે આપઘાત કરી લેશે તેવી ધમકી આપી ત્યારે યુવતીએ એવું કહ્યું હતું કે હું ઘરે આવી રહી છે. જોકે, યુવતી ઘરે આવી ન હતી અને આપઘાત કરી લીધો હતો. પરિણીતાએ જે વિડીયો બનાવ્યો હતો તેમાં જણાવ્યું છે કે હેલ્લો, અસ્લામ વાલીકુમ મેરા નામ હે આઇશા આરીફખાન... ઔર મેં જો ભી કુછ કરને જા રહી હું મેરી મરજી સે કરને જા રહી હું...ઇસમે કિસીકા દોર ઔર દબાવ નહિ હે અબ બસ ક્યા કહે? એ સમજ લિજીયે કે ખુદાકિ ઝીંદગી ઇતની હોતી હે...ઔર મુજે ઇતની ઝીંદગી બહોત સુકુન વાલી લગતી હે.'