અમદાવાદ-

ગુજરાતમાં હાલ કોરોના વાયરસની મહામારીનો કહેર જોવા મળી રહ્યો છે. કોરોના કાળ દરમિયાન સૌથી વધુ અસર શિક્ષણ પર જોવા મળી છે. જો કે સરકાર દ્વારા અનલોક દરમિયાન પરીક્ષાના આયોજન અંગે મંજૂરી આપવામાં આવી છે. ત્યારે ગુજરાત યુનિવર્સિટીના ત્રીજા તબક્કાની પરીક્ષાઓ શરૂ થઇ છે.

આ પરીક્ષા ગુ. યુનિવર્સિટી કેમ્પસમાં આવેલી કે.એસ.સ્કૂલ ઓફ મેનેજમેન્ટ ખાતે લેવાનાર છે જે વિદ્યાર્થીએ જે વિષયની પરીક્ષા આપવાની છે તેમના એડમિટ કાર્ડ યુનિવર્સિટીની વેબસાઈટ પર અપલોડ કરાયા છે. પરીક્ષાને લગતી મૂંઝવણ હોય તો યુનિવર્સિટીના પરીક્ષા વિભાગનો સંપર્ક કરવાનો રહેશે. સોશિયલ ડિસ્ટન્સ સહિતના આવશ્યક માપદંડો સાથે 26મી ઓક્ટોબરથી નવેમ્બરના પ્રથમ સપ્તાહ સુધીમાં પરીક્ષા લેવામાં આવશે તેમ સૂત્રો એ ઉમેર્યુ છે. જે પરીક્ષા લેવાવાની છે તેમાં

બીએ(ન્યુ)સેમેસ્ટર-6,બીબીએ સેમેસ્ટર-6, બીસીએ સેમેસ્ટર-6,બીકોમ સેમેસ્ટર-6 બીએડ સેમેસ્ટર-4,બીએસસી સેમેસ્ટર-6, ડીએલપી, એલએલબી સેમેસ્ટર-2, એલએલબી સેમેસ્ટર-4, એલએલબી સેમેસ્ટર-6,એલએલબી ઈન્ટિ.-10, એલએલબી ઈન્ટિ.-2, એલએલબી ઈન્ટિ.-4, એલએલબી ઈન્ટિ.-8, એમએ સેમેસ્ટર-4, એમકોમ સેમેસ્ટર-4, એમએડ સેમેસ્ટર-4 નો સમાવેશ થાય છે. કોરોના ની ગાઇડ લાઇન મુજબ પરીક્ષા લેવા તંત્ર સાબદુ બન્યું છે.