અમદાવાદ-

અમદાવાદની ખાનગી કોવિડ હોસ્પિટલોમાં કોરોનાની સારવારના દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે. AMCએ ભાવમાં ઘટાડો કરીને નવો ભાવ જાહેર કર્યો છે. અમદાવાદમાં કોરોના સ્થિતિ નિયંત્રણમાં આવતા આ નિર્ણય લેવાયો છે. AMC અને પ્રાઈવેટ એમ બંને બેડ ધરાવતી હોસ્પિટલોમાં ICU સાથે વેન્ટિલેટરના 19,600 રૂપિયા ચાર્જ કરાયો છે.

AMCએ કોરોના સારવારના દરમાં મોટો ઘટાડો કર્યો છે. શહેરમાં કોરોનાની સ્થિતિ કાબૂમાં આવતા આ જાહેરાત કરાઈ છે. આવતીકાલે સવારથી નવા દર લાગૂ થશે. આ જાહેરાતથી ખાનગી હોસ્પિટલમાં સારવાર લેનારા દર્દીઓને મોટી રાહત થશે. ખાનગી કોવિડ હોસ્પિટલમાં સારવારના દરમાં ઘટાડો કરાયો છે. ત્યારે AMC અને પ્રાઈવેટ બેડ ધરાવતી હોસ્પિટલોના નવા દર આ મુજબ છે.  

ICU વિનાના વેન્ટિલેટરના 16,200 રૂપિયા કરાયા, ICU સાથે વેન્ટિલેટરના 19,600 રૂપિયા કરવામાં આવ્યો છે. હોસ્પિટલમાં HDUનો નવો ભાવ 10,000 રૂપિયા કરાયો છે. ત્યારે અમદાવાદ મહાનગરપાલિકામાં કોરોનાની સારવારના ઘટાડેલા દરોને આધારે રાજ્યમાં પણ જૂના સારવારના દરોમાં ઘટાડો થઈ શકે તેવી શક્યતા છે. આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આગામી એક-બે દિવસમાં કોરોનાની સારવારના ભાવ ઘટાડવામાં આવી શકે છે. રાજ્યમાં કોરોનાની સારવારના ભાવ એક સમાન રહે તે ખૂબ જરૂરી છે.