અમદાવાદ-

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે શનિવારે પૂણે, અમદાવાદ અને હૈદરાબાદની મુલાકાત કરશે. તેઓ અમદાવાદના ઝાડયસ કેડિલા ઉપરાંત હૈદરાબાદમાં ભારત બાયોટેક અને પૂણેની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયામાં જશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અમદાવાદ પ્રવાસે છે. 

પીએમ મોદી અમદાવાદની ઝાયડ્સ કેડિલા કંપનીના પ્લાન્ટની મુલાકાત લેવાના છે. ત્યારે ઝાયડસના પ્લાન્ટને ફરતે સઘન સુરક્ષા ગોઠવી દેવાઈ છે. આજે પીએમ મોદીની અમદાવાદની મહત્વપૂર્ણ મુલાકાત લેવાના છે.પીએમ મોદી ઝાયડસ કેડિલાની કંપનીના પ્લાન્ટમાં બની રહેલી કોરોનાની રસી મામલે મુલાકાત લેવાના છે. અમદાવાદના ચાંગોદર સ્થિત ઝાયડસ કેડિલા કંપનીનો પ્લાન્ટ આવેલો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટેના આગમન માટે તાત્કાલિક હેલિપેડ તૈયાર કરવામાં આવ્યું છે. ત્યારે આજે પીએમ મોદીની મુલાકાતને પગલે ગઈકાલે પોલીસ રિહર્સલ પણ યોજાઈ હતી. આજે સવારે લગભગ 8.55 વાગ્યાની આસપાસ પીએમ મોદી અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે. જેના બાદ તેઓ પ્લાન્ટ વિઝીટમાં જશે.