અમદાવાદ,

અમદાવાદના મહિલા ક્રાઇમ બ્રાંચની મહિલા PSI  શ્વેતા એસ જાડેજાએ બળાત્કાર કેસના આરોપી પાસેથી ટુકડે ટુકડે 35 લાખ પડાવ્યા હોવાની ફરિયાદ અમદાવાદ ક્રાઇમ બ્રાંચમાં નોંધાતા ગુજરાત પોલીસ ફરી એક વાર ચર્ચાનો વિષય બન્યો છે. 

આરોપી પર બળાત્કાની બે ફરિયાદ નોંધાઈ હતી અને તે માટે આરોપીને પાસા ન કરવા PSI શ્વેતાએ આરોપી પાસે 35 લાખ રૂપિયા માંગ્યા હતા. આરોપીએ ટુકડે ટુકડે 35 લાખ ચૂકવ્યા હતા. આરોપીએ આંગડિયા અને ચેક મારફતે પૈસા આપતા પુરાવા એકત્રિત કરી આ ફરિયાદ નોંધવી છે સૂત્રોનું માનીએ તો પૈસા આપ્યા બાદ આરોપીએ PSI સામે  મોટા માથાઓની ઓળખાણ દ્વારા અરજી નોધાંવી હતી અને PSI સામે ફરિયાદ નોંધાવી હતી આ મામલે તપાસ SOGને સોપાતા એસઓજીએ મહિલા PSI શ્વેતા એસ જાડેજાની અટકાયત કરી છે.