અમદાવાદ-

રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે કહ્યું હતુ કે તહેવારના કારણે કોરોનાનું સંક્રમણ વધ્યું. સંક્રમણ નહી વધે તે માટે કર્ફયુ લાગુ કરવામાં આવ્યો હતો. અમદાવાદમાં આવતીકાલથી જનજીવન શરૂ થશે. જો કે અમદાવાદમાં રાત્રી કર્ફયું યથાવત રહેશે. રાજ્યમાં દરરોજ કોરોનાની કામગીરી અંગે સમીક્ષા થાય છે. નીતિન પટેલે કહ્યું હતુ કે કોરોના સામે લડવા માટે આપણી પાસે પુરતી વ્યવસ્તા છે. સંક્રમણ ન વધે તે માટે કર્ફયુ લાગુ કરવામાં આવ્યો. રાજયમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ શહેરમાં ફકત રાત્રી કફર્યુ રહેશે. ઉલ્લેખનીય છે કે કોરોના સંક્રમણ ના વધે તે માટે અમદાવાદમાં 57 કલાકનો કરફ્યુ લાદવામાં આવ્યો છે. ત્યારે બીજી તરફ અન્ય ત્રણ મોટા મહાનગરોમાં પણ જીવલેણ કોરોના વાયરસનું સંક્રમણમાં ના વધારો થાય તે માટે કરફ્યુ લાગવામાં આવ્યો છે.