અમદાવાદ-

આજે દિવાળી, વિક્રમ સંવત 2076 નો આજે આખરી દિવસ છે, ત્યારે સમગ્ર શહેરમાં લોકો દિવાળીની ઉજવણી કરવા લાગ્યા છે, કેટલાય લોકો આજનાં દિવસે વહેલી સવારે અમદાવાદની નગર દેવી ગણાતા ભદ્રકાળી માતાના મંદિર દર્શન માટે ભારે ભીડ ઉમટી પડી હતી. પરંતુ લોકોએ દર્શને જવામાં સોશિયલ ડીસ્ટેન્સીંગ સાથે દર્શન કરવા મંદિરમાં પ્રવેશ આપવામાં આવતો હતો, દરેક ભાવિક ભક્તોને માસ્ક પહેરવું ફરજીયાત કરવામાં આવ્યું હતું, કોરોનાના કારણે લોકોને સામાજિક અંતર જાળવવા પોલીસ જવાનો દ્વારા કડક હાથે ફરજ પડાતી હતી. કહેવામાં આવે છે કે આજે ભદ્રકાળી માતાજીને લક્ષ્‍મીજી નાં સ્વરૂપમાં શૃંગાર કરવામાં આવ્યો હતો. કોરોના કાળમાં મદિરમાં લોકોની ભીડ એકથી નાં થાય તે માટે ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. મંદિરમાં પ્રવેશ કરતી વખતે લોકોને હાથોમાં સેનેટાઈઝ કરવામાં આવતા હતા. જેની પાસે માસ્ક નહોતા તેમને માસ્ક પણ આપવામાં આવતા હતા. આવનારા નવા વર્ષને વધાવવા માટે લોકોમાં ઉત્સાહ પણ અનેરો વર્તાતો હતો, આગામી વર્ષ સુખદ રીતે પસાર થાય તેના માટે ભાવિકો માતાજીના આશીર્વાદ મેળવવા ભદ્રકાળી મંદિરે દર્શન કરવા પધારતા હતા.