અમદાવાદ-

શહેરમાં સોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોજે ગામમાં આવેલી જમીનમાં રોકાણ કરવાની લાલચ આપી 2 શખ્સોએ નકલી ખેડૂત ઊભા કરીને રૂપિયા 3.71 કરોડની જમીનનો સોદો કરીને છેતરપિંડી આચરી હતી. જે મામલે પોલીસે ગુનો નોધીને 2 આરોપીની ધરપકડ કરી છે. પ્રજ્ઞેશ પટેલ નામના શખ્સે સંદીપ પટેલ નામના વ્યક્તિને જીતેન્દ્ર પૂરી ગોસ્વામી સાથે મુલાકાત કરાવી હતી. બાદમાં મોજો ગામમાં આવેલી જમીન બતાવી તેમાં રોકાણ કરવા જણાવ્યું હતું અને નકલી ખેડૂત પણ ઊભા કર્યા હતા. જેમના નામે જમીન બતાવી હતી. બાદમાં બંને જણાએ સાથે મળીને સંદીપ પટેલને લોભામણી લાલચ આપી હતી. જેથી સંદીપ પટેલ તેમની સાથે ભાગીદારીમાં જમીન લેવા મટે તૈયાર થયા હતા. તેઓએ વર્ષ 2018મા ભાગીદારીમાં જમીન લીધી હતી અને 1 વર્ષ બાદ દસ્તાવેજ કરવાની શરત નક્કી કરી હતી.

વર્ષ બાદ દસ્તાવેજની વાત કરતા બંનેએ કઈ જવાબના આપતા 7 મહિના જેટલો સમય ખેંચાઈ ગયો હતો. જે બાદ લોકડાઉન આવતા વધુ સમય ગયો અને અનલૉક શરૂ થતાં પણ દસ્તાવેજ ના થતાં સંદીપ પટેલ પોતે જમીનના અસલી માલિક અને ખેડતને મળ્યા, ત્યારે જાણવા મળ્યું કે. તેમને કોઈ જમીન વેચવા માટે કાઢી નથી અને તેઓ પ્રજ્ઞેશ અને જીતેન્દ્ર પૂરીને ઓળખતા પણ નથી. જેથી પોતાના સાથે છેતરપિંડી થઈ હોવાની સંદીપ પટેલને જાણ થઈ હતી. તેમને બંને પર વિશ્વાસ કરીને રૂપિયા 3.71 કરોડની જમીન ખરીદવા માટે આપ્યા હતા, જે રૂપિયા પરત માંગતા તેને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી.સમગ્ર મામલે સંદીપ પટેલે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી. ફરિયાદના આધારે સોલા પોલીસે તપાસ કરીને બંને આરોપીઓને ઝડપી પાડયા છે. નકલી ખેડૂત તરીકે કોણે ભૂમિકા ભજવી હતી, તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે.